જસદણના જસાપર ગામે ભાદરના કાંઠે બાવળની ઝાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાય દારૂના બુંગીયા આથા સાથે બે ઝડપાયા
આટકોટ પીએસઆઇ આર.એમ.રાઠોડ સહિતના સ્ટાફનો બાતમીના આધારે દરોડો 200 લીટર દારૂ સાથૅ ૯૩ હજારનો મુદામાલ કબ્જે કરાયો
જસદણ તાલુકાના જસાપર ગામે આટકોટ પોલીસે ભાદર નદીના કાંઠે દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીને પકડી બે આરોપીઓને રૂા. ૯૩ હજારના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.
આટકોટ પોલીસના પી આઈ આર એમ. રાઠોડ તથા એએસ આઈ એ પી પરમાર તથા જગદીશભાઈ ઝાલા પીસી વનરાજભાઈ સાકળીયા ને બાતમીનાં આધારે જસાપર ભાદર નદી કિનારે રેડ કરી હતી જસાપર મચ્છો મા ના મંદિર જવાના રસ્તે આથમણે સીમના ભાદર નદી કિન કાંઠે બાવળની જાડીમાં દેશી દારૂ ની ભઠ્ઠી ધમધમતી હોવાથી આટકોટ પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં દેશી દારૂ બનાવવાના સાધનો ૧૦,૭૫૦ દારૂ આશરે ૨૦૦ લીટર જેની કિંમત રૂા. ૪૦,૦૦૦ તથા દેશી દારૂ બનાવવાનો ગરમ ઠંડો આથો ૧૭૦૦ લીટર કિંમત
૪૨ ૫૦૦ એમ મળી કુલ રૂા93250
નો મુદામાલ કબજે કરી આરોપી જયદીપ રમેશ કાળુ મકવાણા રહે જુના જસાપર અને આરોપી સાગર ભરત વિકાણી રહે સાજડીયાળી ને ઝડપી લીધા