આટકોટના સાણથલી ગામે રહેતા પરિવાર પર ગાળો બોલવા બાબતે પાંચ શખ્સોનો ધૉકા પાઇપ વડે હુમલો સર્ગભા સહિત ત્રણ ઘવાયા
ઘર પાડોશી ઇસમ દીકરીઓને ભૂંડા બોલી ગાળો આપતો હોય વૃધ્ધૅ ઠપકો આપતાં ઉશ્કેરાઈ લાકડી-પાઈપ વડે માર માર્યો પાંચ સામે રાયોટ સહિતની કલમો ગુનો નોંધાયો
જસદણ તાલુકાના આટકૉટ નજીકના સાણથલી ગામે રહેતા પરિવાર પર પાડોશમાં રહેતા પાંચ શખસોએ લાકડી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણને ઈજા પહોંચી હતી જે અંગે યુવાનની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ને આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જસદણ તાલુકાના સાણથલી ગામે મંદિર પાસે રહેતા દિલીપભાઈ ધીરુભાઈ સોલંકી ઉ.વ.૩૫ નામના યુવાને આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાણથલીમાં રહેતા જીતેશ પાંચાભાઈ વાઘેલા, હરસુખ વિજયભાઈ વાઘેલા, વિજય પાંચાભાઈ વાઘેલા અને પાચા બચુભાઈ વાઘેલા સહિત પાંચ શખસોના નામ આપ્યા છે. યુવાનેફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે સાતેક વાગ્યા આસપાસ તેમની દીકરીઓ ઘરની બહાર કામ અર્થે નીકળતા ઘરની સામે રહેતા જીતેશ વાઘેલાએ દીકરીઓ વિશે આડુ અવળું બોલતા જે બાબત દીકરીઓએ ઘરે આવી વાત જણાવી હતી અને કહ્યું હતું કે, આ જીતેશભાઈ અપશબ્દ બોલે છે બાદમાં આ જીતેશભાઈ તથા તેના પિતા પાચાભાઈને ઠપકો આપ્યો હતો કે મારી દીકરીઓ નૅ કેમ બોલો છો તેમ કહૅતા જીતેશભાઈના પિતાએ ગાળો આપી હતી જેથી ફરિયાદીના પિતા ઘરની અંદર જતા રહ્યા હતા. બાદમાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ લાકડી લઈ ફરિયાદીના પિતા ધીરૂભાઇ સોલંકીને માર મારવા લાગ્યા હતા તેમજ હસમુખ વાઘેલા પાસે લોખંડનો પાઈપ હોય જે ફરિયાદીના પિતાને માથામાં મારી દેતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. દરમિયાન ફરિયાદીના સગર્ભા બહેન ધ્યાબેન વચ્ચે પડતા હરસુખ વાઘેલાએ તેને પણ કમરના ભાગે પાઈપ મારી દીધો હતો. યુવાન વચ્ચે આવતા વિજય વાઘેલાએ લાકડી વડે તેને તથા તેમની દીકરી ભારતીને માર માર્યો હતો વધુ દેકારો થતાં અને આજુબાજુ લોકો એકત્ર થઈ જતા આ શખસો અહીંથી ભાગી ગયા હતા. બનાવ અંગે યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેની દીકરી ભારતીને જીતેશ વાઘેલા અપશબ્દ બોલતા તેના પિતા ધીરુભાઈ ઠપકો આપતા આ શખસોએ ઉશ્કેરાઈ ફરિયાદીના પિતા તેની બહેન અને દીકરીને માર માર્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી આટકોટ પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.