જસદણ પોલીસે સૅમસંગ ગેલેક્સી કંપનીના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો કાળાસરના કિશોર હરખાણી ને દબૉચી રૂ.27નો મોબાઇલ કબ્જે કર્યો
જસદણ પોલીસ પોલીસ સ્ટેશનમાં 21 ઓગસ્ટે ઘરના સોફા ઉપરથી ચોરાયેલ મોબાઈલ અંગે નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી જસદણનાં કાળાસરના કિશોરભાઈ હંસરાજભાઈ હરખાણી ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરી કરાયેલ મોબાઇલ, કિંમત રૂ.27,999 કબ્જે કરવામાં આવ્યો છે સી,સી,ટીવી,ફૂટેજ, ટેક્નિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ જસદણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે જસદણમાં ફરીયાદીના ઘરમાં સોફા પરથી એક મો. કિ. રૂા. ૩૭,૯૯૯ ની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ થતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર તથા જસદણના એએસપી ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈ. જે. પી. ગોસાઈ તથા સર્વેલન્સ સ્કોર્ડ તપાસ કરી આરોપી કિશોરભાઈ હંસરાજભાઈ હરખાણી રહે. કાળાસર ગામ તા. જસદણને સેમસંગ ગેલેકસી કંપનીનો એસ-૨૩ ૫-જી મો. કિ. ૨૭,૯૯૯ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ કિશોર અગાઉ દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે