error: This Content is protected !!

વિછીયાના ભડલીમાં ૨૨ વર્ષના ખૅતમજુર નાના નાયકાને તાવ ભરખી ગયો રાજકોટ સિવિલમાં દમ તોડ્યો પરિવારમાં ગમગીની

મૂળ મધ્યપ્રદેશના યુવાનને બે દિવસથી તાવ હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ સવારૅ સિવિલમાં દમ તોડયો બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

 

 

 વિછીયા તાલુકાના ભડલી ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના 22 વર્ષીય યુવાનનું તાવને કારણે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે દિવસથી તેને તાવ આવતો હોઇ જસદણથી દવા લીધી હતી. તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ ભડલી ગામે સુરાભાઈની વાડીમાં રહેતાં નાના ભુરાભાઈ નાયકા ઉ.વ.૨૨ની ગઈકાલે તબીયત બગડતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને કરી હતી.

મૃત્યુ પામનાર નાના નાયકા બે ભાઈ અને બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં બે દિકરા છે જેમાં એક દસ મહિનાનો અને બીજો એક વર્ષનો છે. સગાના કહેવા મુજબ નાનાને તાવ આવતો હોઈ દવા લીધી હતી. બાદમાં ગઈકાલે જસદણ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી રાજકોટ લઈ જવા કહેવાયું હતું. અહિ સવારે મૃત્યુ થયું હતું. જસદણ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.