error: This Content is protected !!

વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો 5.68 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ખડવાવડી ગામનૉ કિરણ મકવાણા વિછીયાથી દારૂ ભરી જસદણ તરફ આવતો તૉ રૂરલ એલસીબી ટીમે 244 બોટલ સાથે ઝડપી પાડ્યો

 

 

રાજકોટ રૂરલ એલસીબી ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ખડવાવડી ગામનો કિરણ કલાભાઈ મકવાણા નામનો શખ્સ પોતાની કાર નં. GJ-37-J-6447 માં ભારતીય 

બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને વિંછીયાથી જસદણ તરફ જઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે અજમેર-સણોસરા રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ કારને આડશ મૂકી રોકી લીધી હતી. કારની તલાશી લેતાં તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી કારચાલક કિરણ કલાભાઈ મકવાણા રહે. ખડવાવડી, તાલુકૉ જસદણની અટકાયત કરી તેની પાસેથી રૂ. 63,440ની કિંમતની વિદેશી દારૂની 244 બોટલો, રૂ. 5,00,000ની કિંમતની કાર તેમજ રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 5,68,440નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ ગુનામાં

સંડોવાયેલા અન્ય એક શખ્સ ઈશ્વર ઉર્ફે ઇસો બાવળીયા રહે. મોટા માત્રા તાલકૉ વિંછીયાની સંડોવણી સામે આવતા તેને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. આ સમગ્ર મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.