વીંછિયાના મોટી લાખાવડમા ભૅસૉની સીમમાં વાડીની ઓરડીમાંથી 45 હજારના ૯૧૩ ગ્રામ ગાંજા સાથૅ કુખ્યાત પેડલર હેમુ ઉર્ફે હેમરાજ વાલાણી ઝડપાયો
ગાંજો લવનાર સપ્લાયર પ્રવીણ બાવળિયા ફરાર વિછીયા પોલીસે શોધખોળ આદરી 50, હજારનો મુદ્દા માલ જપ્ત
વીંછિયા તાલુકા મોટી લાખાવડ ગામે સીમ વિસ્તારમાં આવેલ વાડીના ઑરડીમાંથી રૂ. ૪૫ હજારનો ગાંજો ઝડપાયો હતો. વીંછિયા પોલીસે દરોડો પાડી ૯૧૩ ગ્રામ ગાંજા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કુખ્યાત પેડલર હેમરાજ ઉર્ફે હેમુની ધરપકડ કરી હતી. જયારે સપ્લાયર તરીકે પ્રવીણ બાવળીયાનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે જાણવા મળતી વિગતો મુજબ, વિંછીયા પોલીસને બાતમી મળી હતી કે, વીંછિયા તાલુકાના મોટી લાખાવાડ ગામે રહેતો હેમરાજ વાલાણી નામનો શખસ પોતાની વાડીના મકાનમાં ગાંજાનો જથ્થો છુપાવી છૂટકમાં વેંપલો કરી રહ્યો છે. જે બાતમી મળતા વિંછીયા પોલિસની ટીમે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી મોટી લાખાવડ ગામે ભેંસો સીમ વિસ્તારમાં આવેલ હેમરાજ ઉર્ફે હેમુ હકુભાઈ વાલાણી (ઉવ ૫૫)ની વાડીએ દરોડો પાડયો હતો. અહીં વાડીના મકાનની ઝડતી કરતા રૂ.૪૫૬૫૦ ની કિંમતનો ૯૧૩ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો, મોબાઈલ મળી કુલ રૂ. ૫૦,૬૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી પેડલર હેમરાજ ઉર્ફે હેમુની ધરપકડ કરી એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં પેડલરે ગાંજાનો જથ્થો પ્રવીણ ભુપતભાઈ બાવળીયા રહે. મોટી લાખાવાડ, વિછીયા પાસેથી મેળવ્યાનું જણાવતા પોલીસે ગાંજાના સપ્લાયર પ્રવીણ બાવળિયાની શોધખોળ હાથ ધરી છે