error: This Content is protected !!

જસદણના ભાડલા વેરાવળની સીમમાં લાખણકાના વ્યાજખોરનો 45 વર્ષીય શ્રમિક પર લોખંડના પાઇપથી હુમલો ગુનો નોંધાયો

શ્રમિક દીપકભાઈ મંદુરીયા પાસેથી ગમે તે ભોગે વ્યાજ વસુલવા વ્યાજખોર રમેશ સાઢમીયાએ પરિવારને પણ લમધાર્યો 

 

જસદણ તાલુકાના વેરાવળ (ભાડલા) સીમ વિસ્તારમાં વ્યાજની ઉઘરાણી મુદ્દે એક શ્રમિક અને તેના પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાતાં આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.સીમ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય દિપકભાઈ મંદુરીયાએ લાખણકા ગામના રમેશભાઈ સાઢમીયા પાસેથી 10 ટકાના વ્યાજે ३.50 હજાર લીધા હતા. દિપકભાઈએ મુદ્દલ રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં તેમની પાસે સતત વ્યાજની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. ગત 11 સપ્ટેમ્બરની રાત્રે રમેશ સાઢમીયા, ધનજી સાઢમીયા અને અરૂણ સાઢમીયા સહિતના દિપકભાઈના ઝૂંપડે આવી પહોંચ્યા હતા અને વ્યાજની માંગણી કરી ગાળો લાગ્યા હતા. દિપકભાઈએ ગાળો બોલવાની ના ઉશ્કેરાયેલા રમેશએ લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કરી દીધો હતો, જેમાં દિપકભાઈને માથામાં ગંભીર ઈજા થતાં ચાર ટાંકા આવ્યા હતા અને જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ હુમલા દરમિયાન તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની રાધાબેન અને પુત્ર રસીકભાઈને પણ ત્રણેય શખ્સે માર માર્યો હતો. બનાવ બાદ ઈજાગ્રસ્ત દિપકભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી