કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચુંટણી મોકૂફ રાખવાના મનાઈ હુકમની અરજી લવાદ કોર્ટે ફગાવી ગેરકાયદે 13 ફોર્મ રદ થયાનો આક્ષેપ હતો
ચૂંટણી અધિકારીએ કહ્યું જે 13 ફોર્મ રદ થયા હતા તેમાં ઉમેદવારોએ બેઠકનો ઉલ્લેખ જ કર્યો ન હતો તલાવાડિયા જૂથ વિજેતા જાહેર
જસદણ તાલુકાની કાળાસર જુથ સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમીટીની મુદત પુરી થતા મંડળીની ચુંટણી અંગે સામાન્ય બેઠક-૧૨, સામાન્ય સ્ત્રી-ર તથા અનુસુચિત જાતિ અનામત-૧ અને નાના ખેડુત અને સિમાંત ખેડુત અનામત-૧ સભ્યોની ચુંટણી કરવા ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. ચુંટણી અધિકારી સમક્ષ સમક્ષ કુલ-૩૭ઉમેદવારી પત્રો રજુ થયા હતા જે પૈકી ૧૩ - ઉમેદવારી પત્રોમાં વ્યવસ્થાપક કમીટીની અલગ અલગ જગ્યાઓ માટે થઈ રહેલ ચુંટણી પૈકી કઈ બેઠક માટે ઉમેદવારી કરવા માગે છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય, ચુંટણી અધિકારીએ આ ૧૩ ઉમેદવારી પત્રો નામંજુર કર્યા હતા અને માન્ય રહેલા કુલ ૨૪ માન્ય ઉમેદવારોની યાદી તા.૨૩-૦૮-૨૦૨૬ ના રોજ જાહેર કરી હતી. ચુંટણી અધિકારીએ નામંજૂર કરેલા ૧૩ ઉમેદવારોએ રાજકોટની લવાદ કોર્ટ સમક્ષ દાવો રજુ કરી ફોર્મ ગેરકાયદેસર રીતે નામંજુર કરવામાં હોવાનું આક્ષેપ કર્યો હતો ચુંટણી અધિકારી બેઠા થાળે ચુંટણી યોજી તેમના મળતિયાઓને વિજેતા જાહેર કરવા માંગે છે અને ચુંટણી અધિકારીએ પેટાનિયમ અને સહકારી કાયદાથી વિરુધ્ધ જઈ ચુંટણી પ્રક્રિયા કરેલ હોવાની રજુઆત કરી હતી. ચુંટણી પ્રક્રિયા રદ કરી ફરીથી નવા ચુંટણી અધિકારી નીમી ફરીથી ચુંટણી પ્રક્રિયા કરવા
મનાઈ હુકમની માંગણી કરી હતી. વાદીઓએ તેમના ઉમેદવારી ફોર્મમાં કઈ બેઠક માટે ચુંટણી લડવા માંગે છે તેવુ જણાવેલ નથી, વાદીઓના ફોર્મ કાયદેસર રીતે નામંજુર કરવામાં આવેલ છે. તેમજ દાવામાં જે અન્ય સભાસદોએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે તેઓને પક્ષકાર જોડવામાં આવેલ ન હોય, ચુંટણી પ્રક્રિયા તેઓને રજુઆતની તક આપ્યા વગર રદ કરી શકાય નહિં. આમ આ પ્રકરણમાં જસદણના સહકારી અગ્રણી કાળુભાઈ તલાવડીયાની પેનલની જીત થઈ હતી કાળાસર મંડળી તથા ચુંટણી અધિકારી તરફથી રજુઆત ધ્યાને લઈ ભાવેશભાઈ રામાણી વીગેરે-૯ નાએ લવાદ કોર્ટ સમક્ષ કરેલ વચગાળાના મનાઈ હુકમની અરજી રદ કરવામાં આવેલ છે. આ દાવામાં કાળાસર જુથ સેવા સહકારી મંડળી તથા ચુંટણી અધિકારી તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, રીધ્ધીબેન પીલોજપરા, નિકુંજબેન સાકરીયા, સહાયક એશા બુસા, મહેક ચીકાણી રોકાયા હતા.