error: This Content is protected !!

તારા ભાઈ અને કાકાને આજે મારવા જ છે કહીં ત્રિપુટીનો પરમાર બંધુ પર હુમલો વિંછીયાના પીપરડી ગામનો બનાવ

આરોપીઓ ધોકા-પાઇપ વડે તૂટી પડતાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થયાં ત્રણ સામે વિછીયા પોલીસે ગુનો નોંધાયો

 

વિંછીયાના પીપરડી ગામે ત્રિપુટીએ ધોકા-પાઈપ વડે પરમાર બંધુ પર હુમલો કર્યો હતો. ગામમાં દુકાને બેઠેલા યુવાનને તારા લંગડા ભાઈ અને કાકાને બોલાવી લે તેમ કહી ત્રિપુટીએ માર મારતા પરમાર બંધુ ઘવાયા હતા. વિંછીયા પોલીસે યુવાનની ફરીયાદ પરથી ગુનો નોંધ્યો હતો બનાવ અંગે વિંછીયાના પીપરડી ગામે જુના દલિતવાસમાં રહેતા ૪૦ વર્ષીય યુવાન દિનેશભાઈ વાલાભાઈ પરમારે ગામમાં જ રહેતા અશ્વિન નકા ચાવડા, વના અણંદા ચાવડા અને વિજય નકા ચાવડાનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા. ૧૩ ની સાંજના નવ વાગ્યે ગામમા રમેશભાઈ પરમારની દુકાને તેઓ તથા મનુભાઈ પરમાર બેઠેલ હતા. ત્યારે વનાભાઈ ચાવડા આવેલ અને કહેલ કે તારા લંગડા ભાઈ અને તારા તારા કાકા જીવાભાઈ વાંકલાને બોલાવી લે તે બન્નેને મારવા છે. જેથી તેને નાના ભાઈ પ્રકાશને ફોન કરીને બોલાવેલ હતો અને વનાભાઈને સમજાવા માટે કહેલ હતું. થોડીવારમા પ્રકાશ અને વના અણંદા ચાવડા આવેલ અને નાના ભાઈ પ્રકાશને માથાના ભાગે પાઈપ મારી દેતા લોહીયાળ ઈજા થયેલ હતી. અશ્વીન ચાવડાએ યુવકને પણ ગોઠણના ભાગે પાઈપ મારી મુંઢ ઈજા કરેલ હતી. તેમજ વિજય ચાવડાએ ધોકા વડે મુંઢ માર મારેલ બાદમાં ત્રણેય નાસી ગયેલ હતા બનાવને પગલે યુવાને ફરિયાદ આપતાં વિંછીયા પોલીસે ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.