error: This Content is protected !!

આટકોટમાં દારૂના નશામાં પતિ અક્ષયૅ રસોઇ બનાવવામાં કેમ મૉડુ થયું કહી પત્ની અંજલીબેનને બૅરહૅમીથી ગડદા પાટુ મારતા રાજકોટ સારવારમાં ખસેડ્યા

જસદણના આટકોટ ખાતે રહેતી પરિણીતાએ રસોઈ બનાવવામાં વાર લગાડી હોઈ દારૂ પીને ઘરે આવેલા પતિએ તેણીને ઢીકાપાટાનો આડેધડ માર - મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે. જાણવા મળ્યા મુજબ આટકોમાં રહેતી

અંજલીબેન અક્ષય સાડમીયા (ઉ.વ.૩૦)ને ગત સાંજે પતિ અક્ષય જાનીભાઈ સાડમીયાએ ગડદા પાટાનો બેફામ માર મારતાં મોઢા, શરીરે ઈજાઓ થતાં આટકોટ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ 

પોલીસને જાણ કરી હતી. અંજલીબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ અક્ષય છુટક મજૂરી કરે છે. સાંજે પતિ ઘરે આવ્યો ત્યારે નશો કર્યો હોય તેવુ લાગતું હતું. તેણે રસોઈ કેમ હજી બની નથી?તેમ કહી ઝઘડો કરી ગાળાગાળી ચાલુ કરી હતી. અંજલીબેને ગાળો બોલવાની ના પાડતાં તેણે ઢીકાપાટુ માર્યા હતાં. તે પડી ગયા બાદ મોઢા માથામાં લાતો ફટકારી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે