error: This Content is protected !!

આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની રજૂઆત બાદ સત્તાધાર પરબ મોણિયા અને ચેલૈયાની જગ્યા બીલખાનૉ પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થશે

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી જુનાગઢ જિલ્લા કલેકટર પાસે દરખાસ્ત મંગાવાઈ

 

 

વિસાવદર વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા દ્વારા પવિત્ર યાત્રાધામ સત્તાધાર, પરબ, મોણીયા અને સંત ચેલૈયાની જગ્યા બિલખા ખાતે યાત્રાધામનો સર્વાંગી વિકાસ કરવા અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે આ વિસ્તારો ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત આસ્થા ધરાવતા સ્થળો હોવાથી ત્યાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓ અને સુંદર સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી આ માગણી ઊભી કરવામાં આવી હતી આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાની આ રજૂઆત બાદ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે. બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા જણાવાયું છે કે, નિયમાનુસારની વિગતવાર દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવા માટે જુનાગઢ કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યો છે. કલેક્ટર કાર્યાલય તરફથી વિગતવાર પ્રપોઝલ મળ્યા બાદ, આ તમામ યાત્રાધામોના વિકાસ માટે આગળની જરૂરી નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.