આજૅ યાત્રાધામ શ્રીઘેલા સોમનાથ તોરણીયા અને ખોડલધામ સહિત ધાર્મિક સ્થળો ખાતે દીપ પ્રાગટ્ય કરાશે
જસદણ વિછીયા સહિત રાજકોટ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન સાથે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ યોજાશે
જસદણ વિંછીયા સહિત રાજકોટ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન ની સાથે આજૅ તા. ૧૭ના રોજ આશીર્વાદનો દીવડો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જસદણ વિંછીયા નજીક આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર, ધોરાજી તાલુકાના તોરણીયા મંદિર તેમજ જેતપુર તાલુકામાં આવેલા ખોડલધામ મંદિર સહિત વિવિધ તાલુકામથકો તથા ગ્રામ્યસ્તરે ધાર્મિક સ્થળોએ દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો તથા આઇકોનિક સ્થળો ખાતે પણ દીપ પ્રાગટ્યનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓ સહભાગી થઈને દીપ પ્રગટાવશે, તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવાનો સંકલ્પ લેશે.