error: This Content is protected !!

સેવા સંકલ્પ અભિયાન જસદણ વિંછીયા સહિત રાજકોટ જિલ્લામાં આજૅ ૧૭મી સપ્ટેમ્બરે ૧૧ તાલુકા મથકોમાં રક્તદાન શિબિરો

રાજ્યભરમાં ૧૭મી સપ્ટેમ્બરથી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લોકહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમિયાન રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથકોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ, તા.૧૭ સપ્ટેમ્બરે ૧૧ તાલુકા મથકોએ એક-એક રક્તદાન શિબિર યોજાશે. આ શિબિરો માટે વિવિધ તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપરાંત વિવિધ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. તા. ૧૭મી સપ્ટેમ્બરે (૧) ધોરાજીમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, (૨) ગોંડલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, (૩) જામકંડોરણામાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, (૪) જસદણમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, (૫) જેતપુરમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, (૬) લોધિકામાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, (૭) કોટડાસાંગાણીમાં સી.એચ.સી., (૮) પડધરીમાં સી.એચ.સી., (૯) રાજકોટમાં કુવાડવા સી.એચ.સી., (૧૦) ઉપલેટામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, (૧૧) વિંછીયામાં સી.એચ.સી. ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવશે. આ તમામ કેમ્પમાં ૩૦૦-૩૦૦ બ્લડ યુનિટ મળીને કુલ ૩૩૦૦ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.