error: This Content is protected !!

સરધાર હલેન્ડા જસદણ આટકોટ કોટડા સાંગાણી માંડવા વેરાવળ સાણથલી ભાડલા કમળાપુર વિંછીયા ભડલી મોઢુકા સહિત જિલ્લામાં નાગરિકોના ઘર આંગણે સરકાર સેવા આપશૅ

૨૨મી સપ્ટેમ્બરથી ૩૪ ક્લસ્ટરમાં સેવાસેતુ ૨.૧ કેમ્પ યોજાશે ૧૭ સપ્ટે.થી ૧૭ ઓક્ટો સુધી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓના લાભો પહોંચાડાશે

 

 રાજ્યમાં આજૅ ૧૭મી સપ્ટેમ્બરથી સેવા સંકલ્પ અભિયાન શરૂ થઈ રહ્યું છે. તે અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં તા. ૨૨ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ૧૧ તાલુકાના ૩૪ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે પહોંચાડવામાં આવશે. જેતપુર તાલુકામાં તા. ૨૨મીએ પ્રેમગઢ, તા. ૨૫મીએ રૂપાવટી, તા. ૨૯મીએ અમરાપર, તા. ૬ ઓક્ટો.ના રોજ વાળા ડુંગર, તથા તા. ૯મીના રોજ વીરપુર ક્લસ્ટરમાં સેવાસેતુ યોજાશે. જેમાં આસપાસના ગામોના લોકોને સરકારી સેવાઓના લાભો અપાશે. વિંછીયા તાલુકામાં ૨૫મીએ ભડલી, ૧ ઓક્ટો.એ મોઢુકા, 3 ઓક્ટો.ના રોજ વિંછીયા, ૮મીએ ઓરી તથા ૯મીએ પીપરડી ખાતે સેવાસેતુ યોજાશે. 

રાજકોટ તાલુકામાં ૨૨મીએ સાતડા, ૨૩મીએ રતનપર, ૨૪મીએ સણોસરા, ૨૫મીએ કુવાડવા, ૨૮મીએ રાજ સમઢીયાળા, ૨૯મીએ બેડલા, ૩ ઓક્ટો.ના રોજ ગઢકા, ૫ ઓક્ટો.ના રોજ સરધાર, ૬ ઓક્ટો.એ હલેન્ડા, ૮મીએ ખોખળદળ ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. જામકંડોરણા તાલુકામાં ૨૨મીએ મોટા દુઢીવદર, ૨૫મીએ રોઘેલ, ૩૦મીએ સાતોદડ, ૬ ઓક્ટો.એ જામદાદર, ૯મીએ સાજડીયાળી ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે. 

કોટડાસાંગાણી તાલુકામાં ૨૧મીએ રાજપરા ખાતે, ૨૫મીએ નાના માંડવા, ૩૦મીએ વેરાવળ, ૭ ઓક્ટો.એ થોરડી ખાતે સેવાસેતુ કેમ્પમાં આસપાસના ગામોના લોકો સહભાગી થશે. 

જસદણ તાલુકામાં ૨૪મીએ શિવરાજપુર ખાતે, ૨૫મીએ કનેસરા, ૧ ઓક્ટો.ના રોજ કમળાપુર, ૩ ઓક્ટો.ના રોજ આટકોટ, ૬ ઓક્ટો.ના રોજ જુના પીપળીયા, ૭ ઓક્ટો.ના રોજ ભાડલા, ૮ ઓક્ટો.ના રોજ સાણથલી ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે.પડધરી તાલુકામાં ૨૨મીએ સરપદડ, ૨૪મીએ પડધરી, ૨૯મીએ ન્યારા, ૧ ઓક્ટો.ના રોજ વિસામણ, ૬ ઓક્ટો.ના રોજ થોરીયાળી, ૮ ઓક્ટો.ના રોજ સાલ પીપળીયા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. તો લોધિકા તાલુકામાં ૨૩મીએ દેવળા, ૩૦મીએ વાજડીવડ, ૭ ઓક્ટો.એ ઢોલરા, ખાતે સેવાસેતુ કેમ્પનું આયોજન કરાયું છે. ઉપરાંત ગોંડલ તાલુકામાં ૨૧મીએ અનિડા, ૨૩મીએ કોલીથડ, ૨૫મીએ મોવિયા, ૨૯મીએ પીપળીયા, ૩ ઓક્ટો.ના રોજ દેરડી, ૭ ઓક્ટો.ના રોજ સુલતાનપુર, ૯ ઓક્ટો.ના રોજ મોટા દડવા ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે.ઉપલેટા તાલુકામાં ૨૧મીએ અરણી, ૨૪મીએ કુંઢેચ, ૨૯મીએ સેવંત્રા, ૫ ઓક્ટો.ના રોજ કોલકી, ૮ ઓક્ટો.ના રોજ નાગવદર ખાતે સેવાસેતુ યોજાશે. ધોરાજી તાલુકામાં ૨૪મીએ વેગડી, ૩૦મીએ પીપળીયા તથા ૭ ઓક્ટો.ના રોજ કલાણા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.