હથિયારમાં વોન્ટેડ જસદણનો શખ્સ દૅશી પિસ્તોલ સાથે ઝડપાયો અગાઉ ભક્તિનગર અને જસદણમાં દારૂ સહિતના ગુના નોંધાયા છે
રાજકોટમાં હથિયારના કેસમાં વોન્ટેડ જસદણના હનીફ ઉર્ફે ઘુઘો મહમદ સુમરા ઉ.વ.૩૩ને રાજકોટ ભાવનગર હાઈવે કાળીપાટ ના પાટીયા પાસેથી ક્રાઈમ બ્રાંચે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતો હનીફ અગાઉ રાજકોટમાં ઈડાની લારી ચલાવતો હતો ક્રાઇમ બ્રાંચે ગઈ તા. ૨૪ જુલાઇના રોજ ઘાંચીવાડના અરબાઝ દોઢીયાનેદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. જેમાં સપ્લાયર તરીકે હનીફનું નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરી હતી.આખરે આજે તેને પણ કાળીપાટ ગામના પાટીયા પાસેથી હથિયાર સાથે ઝડપી લીધો હતો. તેના વિરુદ્ધ આ અગાઉ ભક્તિનગર અને જસદણ પોલીસ મથકમાં દારૂ સહિતના બે ગુના નોંધાઈ ચુક્યા છે. બંને હથિયારો કોની પાસેથી લઈ આવ્યો હતો તે અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે