error: This Content is protected !!

સેવા સંકલ્પ અભિયાન હેઠળ મંત્રી કુંવરજીભાઈ ની ઉપસ્થિતિમાં ઘેલા સોમનાથ મંદિર પરિસર આશરે ૨૫ હજાર દીવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું

દીપ જ્યોતિ નમોસ્તુતે એક દીવો આશીર્વાદનો કાર્યક્રમમાં 

 મીનળદેવી મંદિરમાં દીપ પ્રાગટ્ય કરતા મંત્રી બાવળીયા 

 સાથૅ શ્રદ્ધાળુઓ પણ દીવા પ્રગટાવીને સહભાગી થયા

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'જનસેવાથી રાષ્ટ્રસેવા'ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો આજથી રાજ્યવ્યાપી આરંભ થયો છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગૅ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળના સળંગ ૨૫ વર્ષ લોકસેવા અને સુશાસનના રહ્યા છે. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા એક માસના 'સેવા સંકલ્પ અભિયાન' દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમજ જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે 

આ કાર્યક્રમના પ્રારંભે મંત્રીએ શ્ઘેલા સોમનાથ મહાદેવજીનું પૂજન-અર્ચન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન સમગ્ર મંદિર પરિસર આશરે ૨૫ હજાર દીવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું. આ વેળાએ સમગ્ર વાતાવરણ 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, તેમજ દીપમાળા અને મંત્રોચ્ચારના લીધે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીએ મીનળદેવી મંદિર ખાતે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ અવસરે શ્રદ્ધાળુઓ પણ દીવા પ્રગટાવીને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ તકે પ્રાંત અધિકારી આર. આર. ખાંભરા, વિંછીયા મામલતદાર મહેશભાઈ બલિયા, વહીવટદાર હિરેનભાઈ મકાણી સહિત સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.