error: This Content is protected !!

આવતીકાલે રાજકોટ જિલ્લા સેવા સદન ખાતે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક, ૩૦ જેટલા કેસો અંગે નિર્ણય ૧૦ અરજદારોને રૂબરૂ હાજર રહેવા તેડું

રાજકોટ જિલ્લા સેવા સદન ખાતે આવતીકાલે જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આવતીકાલે સવારના જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાશે, જ્યારે બપોર બાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળશે. ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ બેઠકમાં જમીન પચાવી પાડવા સંબંધિત ૩૦ જેટલી અરજીઓ-કેસો હાથ પર લેવામાં આવનાર હોવાથી ભૂમાફિયાઓ પર કાયદાકીય તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. બપોર પછી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ હેઠળ રચાયેલી ખાસ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં શહેર અને જિલ્લામાંથી આવેલી ખાનગી તેમજ સરકારી જમીનો પચાવી પાડવાની ૩૦ જેટલી ગંભીર ફરિયાદોની સમીક્ષા કરવામાં આવશે. આ પૈકી પારદર્શક તપાસના ભાગરૂપે ૧૦ જેટલા અરજદારોને રૂબરૂ હાજર રહેવા માટે તેડું મોકલવામાં આવ્યું છે, જ્યાં તેઓની રૂબરૂ આપવીતી અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર ડીસીપી એસીપી સાહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહે છે.