વિંછીયા સરધાર હલેન્ડા ભડલી ઑરી પીપરડી મોઢુકામા તા,૨૫ થી ૯, ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ સૅતુ નાગરિકોનૅ ઘર આંગણે મળશે સેવાનૉ લાભ
જન કલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભ નાગરિકોને ઘર આંગણે આપવા સરકાર આવશે લોકોને દ્વાર
વિછીયા ભડલી મોઢુકા સરધાર હલેન્ડામા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓના લાભો પહોંચાડાશે રાજ્યમાં ૧૭મી સપ્ટેમ્બરથી સેવા સંકલ્પ અભિયાન શરૂ થઈ રહ્યું છે. તે અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટ
જિલ્લામાં તા. ૨૨ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ૧૧ તાલુકાના ૩૪ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે પહોંચાડવામાં આવશે જૅમા વિંછીયા તાલુકામાં ૨૫મીએ ભડલી, ૧ ઓક્ટો.એ મોઢુકા, 3 ઓક્ટો.ના રોજ વિંછીયા, ૮મીએ ઓરી તથા ૯મીએ પીપરડી ખાતે સેવાસેતુ યોજાશે. ૫ ઓક્ટો.ના રોજ સરધાર, ૬ ઓક્ટો.એ હલેન્ડા ખાતે
સેવાસેતુ કેમ્પ યોજાશે. નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.