સેવા સંકલ્પ આટકોટ મૉટાદડવા સાણથલી ભાડલા જસદણ કમળાપુરમા તા,૨૪ થી ૯,મી સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દાખલાઓ પ્રમાણપત્રો સરકારી વિવિધ યોજનાઓ ના લાભ ઘર આંગણે મળશે
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓના લાભો પહોંચાડવા જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં તા. ૨૨ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ૧૧ તાલુકાના ૩૪ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે પહોંચાડવામાં આવશે જૅમા જસદણ તાલુકામાં ૨૪મીએ શિવરાજપુર ખાતે, ૨૫મીએ કનેસરા, ૧ ઓક્ટો.ના રોજ કમળાપુર, ૩ ઓક્ટો.ના રોજ આટકોટ, ૬ ઓક્ટો.ના રોજ જુના પીપળીયા, ૭ ઓક્ટો.ના રોજ ભાડલા, ૮ ઓક્ટો.ના રોજ મોટા દ સાણથલી ૯ મોટા દડવા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે સેવાસેતુ કેમ્પ યોજાશે. નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.