error: This Content is protected !!

વિંછીયાના અજમેર ગામૅ 32 વર્ષીય અશ્વિન રાઠોડૅ ગૃહકલેશથી કંટાળી વખ ધોળ્યુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરવરમાં ખસેડ્યો હતો

રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં ગૃહકલેશના કારણે આપઘાતના પ્રયાસ અને આત્મહત્યાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ ઍક બનાવમાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અજમેર ગામૅ બનવા પામ્યો છે અજમેર ગામમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી વખ ધોળ્યુ હતું યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિંછીયા તાલુકાના અજમેર ગામે રહેતા અશ્વિન મંગાભાઈ રાઠોડ નામનો ૩૨ વર્ષનો યુવાન સવારના અગીયારેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે ગૃહકલેશથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકની તબિયત લથડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અશ્વિન રાઠોડ ત્રણભાઈમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે યુવાનને બેશુધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.