જસદણના આટકોટ અને ધોરાજીના શાતિર શખ્સોએ થાર ભાડે લઈ ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી લીધી તી બંને ભેજાબાજોનૅ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા
રાજકોટના કાલાવડ રોડ પરથી વર્ષ અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો જીપીએસની મદદથી લોકેશન મેળવી થારની ચોરી કર્યા બાદ તેમાં મોજશોખ કર્યા હતા
રાજકોટના કાલાવડ રોડ પરથી એકાદ વર્ષ પહેલા ચોરી કરેલી થાર સાથે ક્રાઈમ બ્રાંચે બે આરોપી નૅ ઝડપી લીધા હતા જૅમા જયેશગીરી ઉર્ફે જયેશ પ્રેમગીરી ગોસ્વામી ઉ.વ.૨૫, રહે. કૈલાશનગર, આટકોટ તાલુકૉ જસદણ અને ભાર્ગવ વિપુલ જોશી ઉ.વ.૨૦, રહે. હાલ બોપલ ભુવા રોડ, એક્વા રેસિડેન્સી, અમદાવાદ, મૂળ તાલુકૉ ધોરાજીને ઝડપી લીધા હતા.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં એવું ખુલ્યું છે કે, બંને આરોપીઓએ ચોરી કરી તેના એક માસ પહેલા થાર સેલ્ફમાં ભાડે લીધી
હતી. તે વખતે તેની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી તેમાં જીપીએસ ફીટ કરી દીધું ફેરવ્યા બાદ પરત આપી દીધી હતી. તેના એકાદ માસ બાદ જીપીએસના આધારે લોકેશન મેળવી ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી લીધી હતી. ત્યારબાદ તેમાં બેસી મોજશોખ કર્યા હતા. ઘણી વખત સેલ્ફમાં ભાડે પણ આપી હતી. આખરે ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે
રેસકોર્સ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લઈ થાર, કબજે કરી છે. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં લૂંટનો અને આણંદના વલ્લભવિદ્યાનગરમાં એમવી એક્ટ સહિતની કલમો હેઠળ એમ કુલ બે ગુના નોંધાયેલા છે. બંને ભેજાબાજોની બીજા કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.