વિછીયા કોટડા સાંગાણી જામકંડોરણા સહિત રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 37 રસ્તાઓ પર અંદાજે 96 લાખના ખર્ચે કામ ચલાઉ પેચવર્ક કામ કરાયું
ડામરની અછતથી 19 રસ્તા નું કામ ચલાવ કાર્ય ગ્રાન્ટના અભાવે ચૂકવણુ બાકી છે આગામી સમયમાં મેટલિંગ કામ પર ડામર કામ પૂર્ણ કરી નવું બિલ મૂકવામાં આવશે
વિછીયા કોટડા સાંગાણી જામકંડોણા ઉપલેટા ગોંડલ ધોરાજી સહિત રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન સાર્વત્રિક વરસાદના પગલે લેવલિંગ વગરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતાં જિલ્લા પંચાયત હસ્તકના ૩૭જેટલા રસ્તાઓ પર નાના-મોટા ખાડા પડી ગયા હતા તથા ડામરના પટ્ટા ઊખડી ગયા હતા.
આ રસ્તાઓનું સમારકામ કરવા માટે તંત્ર દ્વારા અંદાજે રૂ.96 લાખના ખર્ચે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, એ સમયે ડામરની ભારે અછત અને ઊંચા ભાવના કારણે 19 રસ્તાઓ પર માત્ર કામચલાઉ રીતે મેટલિંગ ધાતુનું પુરાણ કામ કરવાની ફરજ પડી હતી. માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર એસ. કે. પટેલના જણાવ્યા અનુસાર, મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 37 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત દ્વારા તાલુકાવાર હાથ ધરાયેલી કામગીરીમાં ગોંડલમાં 8, વિંછીયામાં 5, ઉપલેટામાં 4, જેતપુરમાં 4, કોટડા સાંગાણીમાં 4, ધોરાજીમાં 4, જામકંડોરણામાં ૩, લોધિકામાં 2 અને રાજકોટ તાલુકામાં 1 મળીને કુલ 37 રસ્તાઓ સમારકામ હેઠળ આવરી લેવાયા છે. આ તમામ રસ્તાઓ પાછળ અંદાજે રૂ. 96 લાખનો ખર્ચ થયો છે અને ગ્રાન્ટના અભાવે ચુકવણું બાકી છે. આગામી સમયમાં મેટલીંગ કામ પર ડામરકામ પૂર્ણ કરી નવા બીલો મુકવામાં આવશે