error: This Content is protected !!

આટકોટ નજીકના મોટા દડવા વિરનગર ગામના કાચા રસ્તે વાડીમાં એલસીબી ત્રાટકી વિદેશી દારૂ સાથે જસદણનાં શીવરાજપુર અને મધ્યપ્રદેશના ૩ પકડાયા

કારમાંથી મકાનની ઓસરીમાં દારૂની હેરફેર ચાલતી તી ને ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડયો દારૂ મંગાવનાર અને વાડી માલીક બંને શખ્સોની શોધખોળ શરૂ કરાઈ 

 

આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના મોટા દડવા ગામે વિરનગર તરફ જવાના કાચા રસ્તે આવેલી વાડીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી જસદણ અને એમ. પી. ના ત્રણ શખ્સોને પોણા લાખના દારૂ સહિત કુલ રૂા. ૨.૮૮ લાખના મુદામાલ સાથે પકડી લઈ ફરાર બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ મોટા દડવા ગામની સીમમાં વિરનગર તરફ જવાના કાચા રસ્તે આવેલી અક્ષય બસીયાની વાડીમાં દારૂના જથ્થાની કારમાં હેરફેર થતી હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબારીમાં એસઆઈ જયવીરસિંહ રાણા, હેડ કો. ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, પેરોલ ફર્લો શાખાના એએસઆઈ અનિલભાઇ ગુજરાતી વિજયભાઇ ખડીયા સહિતનાં સ્ટાફૈ દરોડો પાડયો હતો. જયાં ખેતરમાં મકાનના બહારના ભાગૅ પાર્ક કરેલી કારમાંથી ત્રણ શખ્સો દારૂની મકાનની ઓસરીમાં હેરફેર કરતા જોવા મળતાં પોલીસે ત્રણેયને પકડી પુછતાછ કરતા પોતાના નામ રાહુલ છગનભાઈ વાઘાણી ઉ.વ.૩૧ રહે. શિવરાજપુર, તા. જસદણ મુકેશ ચીનકાભાઈ તોમર ઉ.વ.૩૦ અને પ્રવિણ સેવલાભાઈ તોમર ઉ.વ.૨૭ ને રહે. બંને અમ્બદાબેરી ડામરી ફળીયુ, તા. ચાંદપુર, જી. અલીરાજપુર, એમ.પી. હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તપાસ કરતા મકાનમાંથી અને કારમાંથી રૂા. ૭૩,૪૪૦ ની કિંમતની દારૂની ૪૩૨ બોટલ મળી આવતાં દારૂ, કાર અને ત્રણ ફોન મળી કુલ રૂા. ૨,૮૮,૪૪૦. નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ધરમ કાઠી રહે. મોટા દડવા, તા. ગોંડલ એ મંગાવ્યાનું અને તેણે બાઈક સાથે પાયલોટીંગ કરી અક્ષય સોમકુભાઈ બસીયા રહે. મોટા દડવા ના ખેતરમાં મકાનમાં રાખવાનું કહ્યું હતું. હાલ પોલીસે ફરાર ધરમ અને અક્ષયની શોધખોળ શરૂ કરી છે