જસદણમાં રીમ્પલબેન ભુવાના અધ્યક્ષ સ્થાને યૉજાયૅલ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મિલૅટ્સ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન સાથૅ માર્ગદર્શન અપાયું
સેજોના સુપરવાઇઝરે જુવાર બાજરી રાગી જવ રાજગરો જૅવા જાડા ધાન અનાજ મિલૅટ્સ નો લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે અંગે માર્ગદર્શન અપાયું
જસદણમા જુવાર બાજરી રાગી જેવા જાડા ધાન મીલેટસ જૅવા પૌષ્ટિક આહાર લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા હેતુથી પૌષ્ટિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ચીતલીયા રોડ વોર્ડ નંબર પાંચમાં ટાકા પાસે આવેલ કેન્દ્ર નંબર 45, સ્નાનઘાટ હોલ, કાનજીપરા ખાતે જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સદસ્ય રિમ્પલબેન વિશાલભાઈ ભુવાના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના CDPO સેજાના સુપરવાઈઝર તમામ આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે THR અને મિલેટ્સનો ઉપયોગ કરી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વાનગીઓના નિદર્શન દ્વારા THR અને મિલેટ્સના ઉપયોગ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો તેમજ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવા લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.