error: This Content is protected !!

જસદણ ડાયમંડ માર્કેટમાં ઐતિહાસિક પરિવર્તન હવે રવિવારના બદલે હિરા બુધવારી ભરાશે બહારના વેપારીઓ કોઈપણ ઓફિસમાં બેસીને નિશુલ્ક ચાર્જથી વ્યાપાર કરી શકશે

જસદણ અને વિંછીયા પંથકના હીરા ઉદ્યોગ માટે આજે મહત્વપૂર્ણ, ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા હીરા એસોસિએશન માર્કેટના દિવસોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, વેપારીઓ અને રત્નકલાકારો માટે દિવાળી જેવી ખુશી લઈને આવ્યો છે. પંથકમાં અંદાજે 200થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત છે. રવિવારની રજાના દિવસે વેપારમાં પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે અત્યાર સુધી જસદણ હીરા માર્કેટ રવિવારે ભરાતી હતી, જેના કારણે બહારથી આવતા વેપારીઓ, નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડતી હતી. સમસ્યાના કાયમી ઉકેલ માટે હીરા માર્કેટિંગ એસો. દ્વારા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નવી કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં રાજુ કુબાવત, હસુભાઈ સોસા, કલ્પેશભાઈ દેસાણી, વિજયભાઈ સાપરાની નિમણુંક કરાઈ છે.

વેપારીઓ માટે લેવાયેલા મહત્ત્વના નિર્ણયો નવી કમિટીએ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓના હિતમાં બે મુખ્ય જાહેરાતો કરી છે. હવેથી જસદણ હીરા બજાર દર રવિવારના બદલે દર બુધવારે ભરાશે. બહારથી આવતા વેપારીઓ કોઈપણ સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લે-વેચ કરી શકશે. આ માટે વેપારીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ કે ખર્ચ લેવામાં આવશે નહીં.