error: This Content is protected !!

વિંછીયા ના મૉઢુકા પંથકની ફોરેસ્ટ વીડીમા નર ચિંકારા શિકારના ગંભીર ગુનામાં રાજકોટ સેશન્સ અદાલતે આરોપીની જામીન અરજી મંજુર કરી

મૃત નર ચિંકારા સાથે આરોપી વલ્લભભાઈ કમૅઝળિયાને ઝડપી હાથબનાવટની બંદૂકો છરી તથા દારૂગોળો કબ્જે કરાયાનો ગુનો દાખલ થયો હતો

 

જસદણ રેન્જ પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્ય ખાતે નોંધાયેલા ચિંકારા શિકારના ગંભીર ગુનામાં આરોપી વલ્લભભાઈ મકાભાઈ કમઝળિયાને રાજકોટની સેશન્સ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. આરોપી વિરુદ્ધ વન્ય' પ્રાણી સંરક્ષણ ધારા, ૧૯૭૨ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

કેસની હકીકત મુજબ, તા. ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ જસદણ રેન્જના વન વિભાગના સ્ટાફ દ્વારા ઉમટ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાય ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન વલ્લભભાઈ કમઝળિયાને એક મૃત નર ચિંકારા સાથે ઝડપી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ચિંકારા વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ શેડપૂલ-૧માં સંરક્ષિત વન્ય પ્રાણી છે. આરોપી પાસેથી હાથબનાવટની બંદૂકો, છરી તથા દારૂ ગોળા સહિતનાં મુદ્દામાલ પણ મળી આવ્યો હોવાના આક્ષેપ સાથે તેની ધરપકડ કરવામાં આવી ધરપકડ બાદ તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, ટ્રાયલ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરતાં રાજ્ય સરકાર દ્વારા આ હુકમ સામે અપીલ કોર્ટમાં કિ.આર.એ. નં. ૧૯૨/૨૦૨૬ દાખલ કરવામાં આવી હતી. તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી.

દરમિયાન, ધરપકડની તારીખથી સતત જયુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીએ પોતાના વકીલ મારફતે રાજકોટ સેશન્સ કોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો તથા કેસના દસ્તાવેજોનું અવલોકન કર્યા બાદ કોર્ટે નોંધ્યું કે આરોપી પાસેથી

મૃત ચિંકારા તથા હથિયારો મળી આ.યાના આક્ષેપો હજુ ટ્રાયલ દરમિયાન પુરવાર થવાના બાકી છે અને ટ્રાયલ પૂર્ણ થતાં સમય લાગી શકે એદ ાલતના જામીન અંગેના સિદ્ધાંતો તેમજ બંધારણની કલમ-૨૧ હેઠળના વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને ધ્યાનમાં લઈ કોર્ટે કેસની હકીકતો, આરોપની પ્રકૃતિ, ગુનાની ગંભીરતા અને સંભવિત સજા સહિતના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરી આરોપી વલ્લભભાઈ કમૅઝળિયાને નિયમિત જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાજદીપ એમ. દાસાણી, જયભારત ધામેચા, સંજય રામાનુજ, અજયસિંહ ગોહિલ, જયદીપ ગીડા, સહાયક તરીકે વી.કે. સરૈયા, શિવમ વાડોદરિયા અને રોનિત ચૌહાણ રોકાયેલ હતા.