error: This Content is protected !!

ભાયાણી તથા ધાનાણી પરિવાર દ્વારા ઘેલા સોમનાથને ધ્વજા રોહણ મહાપૂજા બ્રહ્મચૉરાસીના ધાર્મિક કાર્યમાં સાંસદ પરસોતમભાઈ ઍ હાજરી આપી

શ્રી સંગમ પંજાબી ઢાબા તથા શ્રીમારુતિ પેટ્રોલિયમ ગોંડલ ચોકડી આટકોટના ઑનર નિલેશભાઈ ભાયાણી તથા દિવ્યેશભાઈ ધાનાણી દ્વારા ધાર્મિક આયોજન

 

 જસદણ વિછીયા નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સાનિઘ્યમાં શ્રી સંગમ પંજાબી ઢાબા તથા મારૂતિ પેટ્રોલિયમ આટકોટ ના ઑનર નિલેશભાઈ ગોવિંદભાઈ ભાયાણી તથા દિવ્યેશભાઈ ચંદુભાઈ ધાનાણી પરિવારૅ ઘેલા સોમનાથ મહાદેવજી મંદિરે ધ્વજા રોહણ સાથૅ મહાપૂજા બ્રહ્મ ચૉરાસી ભોજન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું મહાદેવના સાનિધ્યમાં બ્રહ્મ ચોર્યાસી ધ્વજા રૉહણ મહાપુજા કાર્યક્રમ સં.૨૦૮૨ શ્રાવણ વદ અમાસ ને શુક્રવાર તા.૧૧-૯-૨૦૨૬ ના રોજ આ ધાર્મિક પ્રસંગ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ઘેલા સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં ખાસ રાજકોટ લૉકસભાના સાંસદ સભ્ય પરુષોત્તમભાઈ રૂપાલાએ હાજરી આપી હતી અને દાદા ના દર્શન આરતી મહાપૂજા નો લાભ લીધો હતો સાથે પંથકના વિવિધ શ્રેણીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌ પધારેલા ભાઈઓ તથા બહેનોને આ ધાર્મિક કાર્યક્રમનૉ લાભ લેવા પધારવા બદલ મહેશભાઈ ભાયાણી તથા દિવ્યેશભાઈ ધાનાણીએ આભાર વ્યક્ત કર્યો હતો