વિંછીયાના ખારચીયાનો વ્યાજખોર રમેશ પંચાળા બેફામ બન્યો બીમાર દંપતીનું મકાન પડાવી લીધું બીજો ગુનો દાખલ
પ્રૌઢને રૂ. ૬૦ હજાર આપી બે વર્ષ સુધી ૧૦% વ્યાજ વસુલ્યું, વ્યાજ નહિ ચૂકવી શકતા પુત્રને મારી નાખવાની ધમકી આપી મકાન ગીરવે મુક્યાનું લખાણ કરાવી લીધું
વ્યાજખોરે અગાઉ પૈસાની પઠાણી ઉઘરાણી કરી પ્રૌઢની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર પંચાળા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો
વિંછીયાના વ્યાજખોર રમેશ પંચાળાની એક બાદ એક કરતુતો સામે આવી રહ્યા છે. અગાઉ એક પ્રૌઢને રૂ. ૧.૬૦ લાખ ૨૦% ના કમ્મરતોડ વ્યાજે ધીરી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ઘરે ધસી જઈ પ્રૌઢની પત્ની પર દુષ્કર્મ ગુજારી લેનાર વ્યાજંકવાદીએ અન્ય એક પ્રૌઢને રૂ. ૬૦ હજાર ૧૦% માણિક વ્યાજે ધીરી બે વર્ષ સુધી વ્યાજ વસુલ્યું હતું. ઓરવા મુખ્ય નુ પળ ની અણી શકતા, પણ બળજબરીપૂર્વક પણ કરાવી લીધું હતું. સમગ્ર મામલે વિંછીયા પોલીસે વ્યાજખોર રમેશ પંચાળા વિરુદ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધી કાયદેસરની
કાર્યવાહી આદરી છે. બનાવ અંગે વિંછીયાના શિવાજીપરા શેરી નં.-૯ માં રહેતા ૪૮ વર્ષીય પ્રૌઢ રજાકભાઈ ઉર્ફે ભુરાભાઈ જમાલભાઈ શામદારે નોંધાવેલ
ફરીયાદમાં વ્યાજખોર તરીકે રમેશ ઠાકરશી પંચાળા (ઉ.વ.૪૦ રહે. ખારચીયા, વિંછીયા) નું નામ આપતાં પોલીસે મની લેન્ડ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ માં તેમના મિત્ર શૈલેશભાઈ ગોલા (રહે. વિંછીયા) ને કહેલ કે, મારી પત્ની મરીયમને ટી.બી. થયેલ હોય સારવાર માટે રૂપીયાની જરૂરત છે. તો તેઓએ કહેલ કે, લ કે, રમેશ પંચાળા વ્યાજે રૂપીયા આપે છે. જેથી રમેશ પાસેથી રૂ. ૨૦ હજાર માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બીજીવાર રૂ.૨૦ હજાર માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બાદ ત્રીજીવાર રૂ. ૨૦ હજાર માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. આમ કુલ રૂ. ૬૦ હજાર વ્યાજે લીધેલ હતા. જેનું દર મહિને છ હજાર રૂપિયા વ્યાજ વેં વર્ષ સુધી ચૂકવ્યું હતું. વ્યાજના રૂપીયા
રમેશભાઈ મારા ઘરે આવીને લઈ જતા હતા. વર્ષ ૨૦૨૪ માં ફરીયાદી પોતે પણ ટીબીની બીમારીમાં સંપડાતા રમેશના રૂપીયા તથા વ્યાજ ચુકવી શકેલ ન હતો. જેથી વ્યાજખોરે કહેલ કે, તું મારા મુદ્દલ તથા વ્યાજના રૂ. ૨.૫૦ લાખ આપતા નથી, જેથી તુ તથા તારી પત્ની બન્ને
તમારૂ મકાન મારી પાસે ગીરવે મુક્યાનું લખાણ કરી આપો. પ્રોઢે કહેલ કે, મારી પાસે એક જ મકાન છે જેપી ગીરવે મૂકી શકું નહિ. તો રમેશએ ધમકી આપેલ કે, તુ મકાન મારા નામે નહીં કરી આપ તો તારા દિકરાને મારી નાખીરા જેથી દંપતી ડરી જતાં આરોપીએ તા.૦૧/૧૦/૨૦૨૩ ના કોઇ વકીલની ઓફિસે દંપતીને બોલાવી બળજબરીપુર્વક મરજી વિરૂધ્ધ મકાન ગીરવે લખી લીધેલ હતુ.