ભાડલાના વેરાવળ રાણીંગપરમાં ૫૦ હજારનું ૧ લાખ વ્યાજ ભર્યુ છતાં વધુ માંગી પિતા પુત્ર પર બૅ વ્યાજખૉરૉનૉ ધોકા પાઇપ વડૅ હુમલો
દવાખાનાના કામ માટે લાખણકાના શખ્સ પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણા લીધા હતાં રમેશ તેના ભાઇ ધનજી અને રમેશના પુત્ર અરૂણે હુમલો કર્યો યુવાન રાજકોટ સારવારમાં
જસદણના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણીંગપર વેરાવળ ગામે રહી ખેત મજૂરી કરતાં યુવાન પર વ્યાજ માટે ધોકા-પાઈપથી હુમલો કરવામાં આવતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે દવાખાનાના કામ માટે એક વર્ષ પહેલા લાખણકાના શખ્સ પાસેથી પચાસ હજાર લીધા હતાં. તેની સામે એક લાખ દઈ દીધા છતાં વધુ વ્યાજ માંગી હુમલો કરાયાનું જણાવાતા પોલીસે તપાસ શરૂ કરી છે જાણવા મળ્યા મુજબ રાણીંગપુર વેરાવળ ગામે રહેતાં દીપકભાઈ અંજુભાઇ મંજુરીયા (ઉ.વ.૩૮) નામના યુવાન પર સાંજે સાડા આઠેક વાગ્યે તે ગામના વાડી વિસ્તારમાં હતો ત્યારે લાખણકા ગામના રમેશ નારૂભાઈ, તેનો ભાઈ ધનજી નારૂભાઇ અને રમેશનો દિકરો અરૂણ ધોકા-પાઈપ લઈને ધસી આવ્યા હતાં અને દીપકભાઈને આડેધડ ફટકારતાં માથા, શરીરે ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દૅકારો થતા તેનો દિકરો રસિક (ઉ.વ.૨૦) વચ્ચે પડતાં તેને પણ માથામાં ધોકો ફટકારી દેવાયો હતો. બીજા લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં દીપકભાઈને જસદણ સારવાર અપાવી. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી. દીપકભાઈના કહેવા મુજબ તે બે ભાઈ અને બે બહેનમાં નાના છે. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે તેને દવાખાનાના કામ માટે જરૂર હોઇ એક વર્ષ પહેલા રમેશ અને તેના ભાઈ પાસેથી દસ ટકા વ્યાજે પચાસ હજાર લીધા હતાં. આ રકમ સામે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ભરી દીધા છે. આમ છતાં આ શખ્સોએ વધુ વ્યાજ મુડી માંગી હુમલો કર્યો હતો. પોલીસે આઅંગે તપાસ હાથ ધરી છે