આખૉ શ્રાવણ માસ કોરો ધાકોડ ગયા બાદ જસદણ વિંછીયા શહેર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા સુકાતા મોલને જીવનદાન મળવાની આશા જાગી
જસદણ વિછીયા શહેર પંથકમાં આખો શ્રાવણ મહિનો કોરો ધાકડ ગયા બાદ લાંબા સમયે આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થતા સુકાતી અને મૂર્જાતિ મૉલાતને જીવનદાન મળવાની આશા જાગી છે હાલ ચેક ડેમો તળાવોના તળિયા દેખાયા છે ત્યારે હજુ પણ સારો વરસાદ થાય તો તમામ ચૅક ડેમો તળાવો ભરાય તો શિયાળુ પાક પણ સારી રીતે લઈ શકાય અને પશુના ચારા માટે લાભ થાય તેથી ખેડૂતો પશુપાલકો સારા વરસાદની આશા સહ આથી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે