error: This Content is protected !!

જસદણમાં કાલે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી 100 બાઈક ની રૅલીનુ ભાજપ દ્વારા બાયપાસ સર્કલે સ્વાગત સાથે ખાટલા બેઠક યોજાશે

મંત્રી કુંવરજીભાઈ શિક્ષણ મંત્રી રિવાબા સાંસદ રૂપાલા ભાજપ પ્રમુખ વિજય રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી સહિતના આગેવાનો જોડાશે 

 

 

સેવા સંકલ્પ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડનગર થી વારાણસી સુધી 250 બાઇક ની રેલી યોજાનાર છે, તેના ભાગ રૃપે સોમનાથ મહાદેવ થી નીકળેલી 100 બાઇક ની રેલી તા 14/9/26 ને સોમવાર ના રોજ બપોરે 12 કલાકે જસદણ પહોંચશે.આ બાઇક રેલી માં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ ભારતીય જનતા પાર્ટી ના અન્ય અગ્રણીઓ પણ જોડાશે, જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ની આગેવાનીમાં સંગઠન દ્વારા આ બાઇક રેલી નું શાનદાર સ્વાગત કરવા નું આયોજન કરવામાં આવેલ છે, આ માટે શહેર ભાજપ સંગઠન ના તમામ હોદેદારો, સભ્યો, નગરપાલિકા ના સભ્યો, વિવિધ મોરચાના હોદેદારો, સભ્યો, સિનિયર આગેવાનો તેમજ તમામ કાર્યકર્તાઓ ને તા.14 / 9 / 26 ને સોમવાર ના રોજ બપોરે 12 કલાકે આટકોટ રોડ પર એન્ટ્રી ગેટ પાસે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

        બાઇક રેલી ના સ્વાગત બાદ ત્યાં ઉપસ્થિત આપણે તમામ 

લોકો મહેમાનો સહિત રેલી સ્વરૂપે ચીતલીયા રોડ પર આવેલ આત્મીય મંદિર ખાતે પહોંચીશું , ત્યાં મહેમાનો સાથે એક ખાટલા બેઠક નું આયોજન કરેલ છે, આ બેઠક અને મીટિંગ બાદ ઉપસ્થિત તમામ લોકો માટે મહેમાનો સાથે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે તો આ શાનદાર કાર્યક્રમ મા ઉપર જણાવેલ તમામ શ્રેણી ના લોકો ને હાજર રહેવા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું છૅ