error: This Content is protected !!

જસદણમાં આજે ગણપતિ બાપ્પા મોરિયાના જયધૉષ સાથૅ વિવિધ મંડળો પંડાલો વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરશે

જસદણ શહેરમાં આજે ગણેશ ચતુર્થી ના પાવન પર્વની ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે આટકોટ રોડ પંચમુખી હનુમાન વાજસુરપરા મોતી ચોક મેઇન બજાર હાઈસ્કૂલ રોડ ચિતલીયા રોડ ગંગા ભુવન વડલા વાડી વિછીયા રોડ પોલારપર રોડ સહિતના વિસ્તારોમાં આજે વાજતે ગાજતે ગણપતિ બાપા નું સ્થાપન કરવામાં આવશે દરેક શુભ પ્રસંગોમાં પ્રથમ પૂજાતા દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાના પુત્ર ગૌરીનંદન એટલે ભગવાન શ્રીગણેશજી આજથી ગણેશ ચતુર્થીનો પાવન પર્વ નિમિત્તે દસ દિવસ સુધી મોંઘેરા મહેમાન બનશે. જેથી આજથી જસદણ શહેર ગણેશમય બની જશે અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ઢોલ નગારાના તળે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાડી લોકો ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાનું દરેક શેરી ગલી, મહોલ્લા તેમજ હવે ઘરોઘરમાં પણ સ્થાપન કરવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મહોત્સવના આયોજનો થયા છે