error: This Content is protected !!

કાલે સંવત્સરી ક્ષમાપના પર્વ વેર-ઝેરને કાયમને માટે વિરામ આપવાનો અવસર દુર્લભ માનવ ભવની પ્રત્યેક પળને સાર્થક કરી લોઇઍ

આવતા વર્ષે આપણે હશું કે નહીં તે નક્કી નથી આયુષ્યનો કૉઇ ભરોસો નથી ૮૪ લાખ જીવ યોનિને ખરા અંત કરણપૂર્વક ખમાવવાનો જૈન દર્શનનો પ્રેરક સંદેશ

 

મંગળવારે સંવત્સરી ક્ષમાપના પર્વ છે. વર્ષનો સર્વ શ્રેષ્ઠ દિવસ એટલે સવંત્સરી મહા પર્વ..સંવત્સરી એટલે કર્મોનો હિસાબ - કિતાબ માંડવાળ કરવાનો દિવસ. વેર-ઝેરને કાયમ માટે વિરામ આપવાનો અવસર... ૮૪ લાખ જીવાયોનિના જીવને ખરા અંતઃકરણપૂર્વક ખમાવવાના

અમુક લોકો એવું માનતા હોઈએ કે મારી ક્યાં ભૂલ છે... એણે આમ કર્યું'તુ ને તેમ કર્યું તુ.મહા પુરુષો કહે છે કે ભૂલ ભલે આપડી ન હોય છતાં સામે જઈને ક્ષમાપના કરવાની. આત્મા હળવો ફૂલ થઈ જશે.એક આત્માને પણ જો ખમાવવાનો બાકી

રહી જશે તો અભિચિ કુમારની જેમ ભવ ભમ્રણ વધી જશે.પોતાના પિતા સિવાય આખા જગતને અભિચિકુમાર ખમાવે છે.પ્રભુ કહે તેનું ભવ ભ્રણમ અટકશે નહીં, તેને બધું ખટકશે. જૈન દર્શન કહે છે. જગતના દરેક જીવો સાથે મિત્રતા રાખવાની... કોઈ પણ જીવ સાથે વેરભાવ નહીં રાખવાનો... મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સવંત્સરીના દિવસે સાધુ-સાધ્વીજીઓને ચૌવિહારો ઉપવાસ હોય છે. ૯ વર્ષની ઉંમર હોય કે ૯૯ વર્ષના વયોવૃધ્ધ સાધુ સાધ્વીજી હોય સવંત્સરીનો ચૌવિહારો ઉપવાસ તેઓને માટે ફરજીયાત હોય છે. ઉપવાસ હોવા છતાં તેઓ શ્રાવક-શ્રાવિકાઓને આલોચના કરાવે, અથાક શ્રમ લઈને શાસન પ્રભાવના માટે સતત જાગૃત રહે છે. આપણે પણ ચતુર્વિધ સંઘના એક સદ્દસ્ય છીએ તો ઉપવાસ,એકાસણા,આયંબિલ કે જે થઈ શકે તે તપ આરાધના કરવી જોઈએ. આત્મા અનંત શક્તિનો ધારક છે.જે ધારે તે કરી શકે છે. આલોચના કરીશું, પ્રતિક્રમણ ફરજીયાત કરવાનું હોય છે. ચિંતન કરવાનું કે ગત સંવત્સરીએ આપણી સાથે હતા તેમાંથી અનેક આત્માઓ પરલોકે સિધાવી ગયા હશે. આવતા વર્ષે આપણે હશું કે નહીં તે પણ નક્કી નથી. આયુષ્યનો કાંઈજ ભરોસો નથી.દૂર્લભ માનવ ભવની પ્રત્યેક પળને ચાલો સાર્થક કરી લઈએ