વડોદમા બાથરૂમમાં સંતાડૅલ 288 બોટલ દારૂ ચપલા સાથે જસદણ પૉલીસૅ બે શખ્સોને ઝડપી પાડ્યા 84 હજારનો મુદ્દામાલ કબજે
પીએસઆઈ એમ. ડી. વાઘેલા કોન્સ્ટેબલ જયેશભાઈ ધ્રાંગીયા, રણજીતભાઈ મેર અને અનિલભાઈ સરવૈયા ની બાતમીના આધારે કાર્યવાહી
જસદણ પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે વડોદ ગામની ખારી સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કી પાસેના બાથરૂમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ત્યાં છુપાવીને રાખેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વડોદ ગામના નવાગામ રોડ પર રહેતા નિલેશ ઉર્ફે દિપો શિયાળ (ઉ.વ.28) તથા રામજી મંદિર પાસે રહેતા હિતેષ ઉર્ફે હિતો ગોરધન તલાવડીયા (ઉ.વ.27) નામના બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની કુલ ३. 288 નંગ વિદેશી દારૂની બોટલો/ચપલાં કિંમત 74,514 તેમજ રૂ.10,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.84,514 નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો કેવી રીતે આવ્યો હતો સહિતની તપાસ કરી કાયદેસરની કાર્યવાહીપીએસઆઈ એમ. ટી વાઘેલાએ હાથ ધરી હતી.