error: This Content is protected !!

આટકોટ અંબાજી નદી પર સાડા સાત કરોડના ખર્ચે બ્રિજ મંજૂર થતાં અંબાજી યુવક મંડળના પ્રમુખ મનસુખ હિરપરા તથા યુવક મંડળે મંત્રી કુંવરજીભાઈ નો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો

આ પુલના નિર્માણથી જસદણ તાલુકાના 24 ગામો અને બાબરા તાલુકાના 15 ગામોનૅ ફાયદો થશે આટકોટ સાણથલી પંથકના લોકોને અને ખેડૂતોને આવાગમનમાં લાભ થશે

 

મંદિરે જન્માષ્ટમીનો મેળો હોય નવરાત્રી ઉત્સવ હોય નદી ઉપર ચેકડેમ બનતા રસ્તો બંધ થઈ જતો અને ચોમાસામાં ભારે મુશ્કેલી પડતી હતી તેનો હવે અંત આવતા શ્રદ્ધાળુઓ ખુશ

 

જસદણના આટકોટ અંબાજી મંદિર પાસેની ભાદર નદી ઉપર રૂપિયા સાડા સાત કરોડના ખર્ચે બ્રિજ મંજૂર જન્માષ્ટમી નો મેળો હૉય નવરાત્રી પૂર્વ અને ચોમાસા દરમિયાન નદી ઉપર ચેકડેમ હોવાથી રસ્તો બંધ થઈ જતો અને લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડતી જેથી અટકોટ અંબાજી મંદિરના પ્રમુખ મનસુખભાઈ હિરપરા ઍ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને પુલ અંગે રજૂઆત કરી હતી જે અનવ્યૅ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સરકારમાં રજૂઆત કરી અને આ બ્રિજ મંજૂર કરાવતા અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ અરજણભાઇ હિરપરા તથા અંબાજી યુવક મંડળ દ્વારા મંત્રી કુવરજીભાઈ બાવળિયા નો આભાર પ્રગટ કર્યો છે અને જણાવ્યું છે કે આ બ્રિજ થવાથી અંદાજીત જસદણ તાલુકાના 24 ગામૉ બાબરા તાલુકાના 15 ગામોને ફાયદો થસે 

સમય અને નાણાં નો બચત થસે મેટીકલ ઈમરજન્સી માં ખર્ચ માં રાહત થસે આટકોટ ગામને આર્થિક ફાયદો અનૅ વેપારીઓ ને ધંધા મા લાભદાયક સાબિત થશૅ તેમજ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને નવરાત્રી તેમજ અષાઢી બીજ જૅવા પવિત્ર તહેવારોમાં આવવા જવા માટે સરળતા થશે અંબાજી યુવક મંડળ તથા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના પૂર્વ અધ્યક્ષ દેવશીભાઈ ટાઢાણી તેમજ પંથકવાસીઓએ ધારાસભ્ય અને મંત્રી કુવરજીભાઈ બાવળીયા નો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો