error: This Content is protected !!

તું તારા દીકરાને અમારી સાથે રહેવાની ના કેમ પાડે છે કહી ખેડૂત પર લાકડીથી હુમલો વિંછીયાના ગોરૈયા ગામનો બનાવ

વાડીમાં ઘુસી બે શખ્સો તૂટી પડતા પ્રૌઢને સારવારમાં ખસેડાયા વિંછીયા પૉલીસૅ બૅલડી સામૅ ગુનો નોંધી તપાસ આદરી 

 

 

વિંછીયાના ગોરૈયા ગામે રહેતા ખેડૂતને બે શખ્સોએ તું તારા દીકરા અલ્પેશને અમારી સાથે રહેવાની ના કેમ પાડે છે તેમ કહી લાકડી વડે માર મારતા સારવારમાં ખસેડાયા હતાં જે મામલે વિંછીયા પોલીસે ગુનો નોંધ્યો હતો. 

બનાવ અંગે વિંછીયાના ગોરૈયા ગામે રહેતા 45 વર્ષીય ખેડૂત ઈશ્ર્વરભાઈ મથુરભાઈ સાસકિયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કલ્પેશ વલ્લભ સાસકીયા અને ગૌતમ ભરત સાસકીયાનું નામ આપી જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સાત વાગ્યે તેઓ ગોરૈયા ગામની સીમમા હતાં ત્યારે કલ્પેશ સાસકીયા તથા ગૌતમ સાસકીયાએ વાડીએ આવી કહેલ કે, તમે તમારા નાનો દિકરા અલ્પેશને અમારી સાથે રહેવાની કેમ ના પાડો છો તેમ કહી લાકડી વડે માર મારેલ હતો. વધુમાં કહેલ કે જો આગળથી અલ્પેશને અમારી સાથે 2હેવાની ના પાડી તો તને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી નાસી ગયેલ હતા. 

જે બાદ પ્રૌઢને સારવાર અર્થે વિંછીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ મામલે પ્રૌઢની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે બેલડી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.