error: This Content is protected !!

જસદણ નગરપાલિકાની ત્વરિત કામગીરી આટકોટ રોડ પર લાંબા સમયથી ખુલ્લી ગટર પર ઢાંકણા ફિટ કરાયા.

સ્થાનિકોની રજૂઆત બાદ પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ તાત્કાલિક પ્રશ્નનો ઉકેલ લાવ્યો રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધૉ

 

જસદણ શહેરમાં લોકહિતના કાર્યોને પ્રાધાન્ય આપતા નગરપાલિકા તંત્ર દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જસદણના મુખ્ય ગણાતા આટકોટ રોડની સાઈડમાં આવેલી ગટર છેલ્લા ઘણા સમયથી ખુલ્લી હાલતમાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમરૂપ બની હતી. આ પ્રશ્ને સ્થાનિક રહીશો દ્વારા જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ, પ્રમુખે તાત્કાલિક નગરપાલિકાની ટીમને સૂચના આપી હતી. જેના પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને આટકોટ રોડ પરની ખુલ્લી ગટર પર નવા મજબૂત ઢાંકણા ફિટ કરી દેવામાં આવ્યા હતા.

લાંબા સમયથી પડતર આ સમસ્યાનો ત્વરિત ઉકેલ આવતા આ વિસ્તારના લોકો અને વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને રાત્રિના સમયે અહીં અકસ્માતનો ભય રહેતો હતો, જે હવે દૂર થયો છે. નગરપાલિકા પ્રમુખની આ ત્વરિત અને સચોટ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી

છે