error: This Content is protected !!

વિંછીયાના પીપરડી ગામમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવા સરકારમાં રજૂઆત કરતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી

વિછીયા તાલુકાનું પીપરડી ગામ તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં બીજા નંબરનું ગામ છે, આ ગામમાં કોઈ સરકારી માધ્યમિક શાળા ન હોવાથી અહીંના વિદ્યાર્થીઓ અને દીકરીઓ અધૂરો અભ્યાસ ન છોડે જેને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર અને જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને માધ્યમિક શાળા શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરી છે, વિનોદભાઈ વાલાણીએ વધુમાં જણાવ્યા મુજબ ગામમાં શાળા શરૂ થાય તો દીકરીઓ અને વિદ્યાર્થીઓ બહારગામ અપડાઉન માંથી રાહત મળશે સમય અને મુસાફરીના ખર્ચમાં બચત થશે સુરક્ષિત અને સુલભ શિક્ષણની તક મળશે વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ માં નિયમિતતા અને પરિણામોમાં સુધારો જોવા મળશે અને દીકરીઓના શિક્ષણને નવી આંખો અને પાંખો મળશે તેમજ પીપરડી અને આજુ બાજુ ગામડાઓના વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે રાજ્ય સરકારમાં વિનોદભાઈ વાલાણીએ રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે પક્ષા પક્ષીથી પર રહી જસદણ વિછીયાના વણથંભી વિકાસને વેગવંતો બનાવવા સરકાર અને સમાજ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે.