વિંછીયામા વ્યાજખોર નો આતંક ૨૦ ટકા વ્યાજ વસૂલી અનેક યુવાનોને બરબાદ કરી નાખ્યા વ્યાજખોર સામે એસ.પી વિજયસિંહ ગુર્જર એક્શનમાં ત્રણ ગુના નોંધ્યા આરોપીની શોધખોળ દેવધરીના મુનાભાઈ શેખ, પ્રકાશભાઈ ખોખર અને પ્રશાંતભાઈ આચાર્યએ પોતાની જરૂરિયાત માટે લીધેલ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છતાં વધું પૈસા પડાવવા ધમકી આપી માર પણ માર્યો વિંછીયાના આકડીયાના વ્યાજખોર પ્રદિપ ધાંધલનો આતંક સામે આવ્યો છે. જેમાં ૨૦ ટકા વ્યાજ વસૂલી અનેક યુવાનોને બરબાદ કરી નાંખ્યા છે. વિછીયાના દેવધરીના ત્રણ યુવાનો પાસેથી વ્યાજ ઉઘરાવી વધું પૈસા પડાવવા ધમકી આપી માર પણ મારતાં એસપી વિજયસિંહ ગુર્જર એક્શનમાં આવ્યાં હતાં અને ત્રણ ગુના નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે વિંછીયાના દેવધરી રોજાસરા ગામે રહેતાં પ્રકાશભાઈ ઉકાભાઈ ખોખર (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુખ્યાત વ્યાજખોર પ્રદિપ નનકુભાઇ ધાંધલ (રહે. આંકડીયા) નું નામ આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
દેવધરીના મુનાભાઈ શેખ, પ્રકાશભાઈ ખોખર અને પ્રશાંતભાઈ આચાર્યએ પોતાની જરૂરિયાત માટે લીધેલ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છતાં વધું પૈસા પડાવવા ધમકી આપી માર પણ માર્યો
વિંછીયાના આકડીયાના વ્યાજખોર પ્રદિપ ધાંધલનો આતંક સામે આવ્યો છે. જેમાં ૨૦ ટકા વ્યાજ વસૂલી અનેક યુવાનોને બરબાદ કરી નાંખ્યા છે. વિછીયાના દેવધરીના ત્રણ યુવાનો પાસેથી વ્યાજ ઉઘરાવી વધું પૈસા પડાવવા ધમકી આપી માર પણ મારતાં એસપી વિજયસિંહ ગુર્જર એક્શનમાં
આવ્યાં હતાં અને ત્રણ ગુના નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે વિંછીયાના દેવધરી રોજાસરા ગામે રહેતાં પ્રકાશભાઈ ઉકાભાઈ ખોખર (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુખ્યાત વ્યાજખોર પ્રદિપ નનકુભાઇ ધાંધલ (રહે. આંકડીયા) નું નામ આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ સહિતની
કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.