error: This Content is protected !!

જસદણના દેવપરામાં બહેનને તેડવા ગયેલા ભાઈના કાને બનેવીના ભાઈએ બચકું ભરી લીધું રાયધન કોબીયા રાજકોટ સિવિલમાં દાખલ, કાનની સર્જરી કરાઈ

જસદણના દેવપરા ગામૅ બહેનને તેડવા ગયેલા ભાઈના કાને બનેવીના ભાઈએ બચકું ભરી લીધું હતું. જેથી ઈજાગ્રસ્ત રાયધન કોબીયાને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા

આ અંગે મળતી માહિતી અનુસાર, રાયધનભાઈ ગોરધનભાઈ કોબીયા (ઉંમર વર્ષ ૩૨, રહે. વેરાવળ (ભાડલા), તા. જસદણ) ગત તા. ૫ ની રાત્રે ૧૧ વાગ્યાં આસપાસ જસદણ તાલુકાના દેવપરા ગામે હતો ત્યારે સામાવાળા તેમના બનેવી સંજય, સંજયનો ભાઈ મુન્નૉ અને ભાયાભાઈ સહિતનાએ કરી રાયધનને માર માર્યો હતો. મુન્નાએ ઝપાઝપીમાં રાયધનના કાને બચકું ભરી લીધું હતું. પરિવારે જણાવ્યા મુજબ, બહેન બનેવી વચ્ચે કોઈ કારણે ઝઘડો થયો હશે. ઝઘડો બહેન બનેવી

જેથી બહેનના સાસરેથી ફોન આવેલ કે, તમારી બહેનને તેડી જાવ, જેથી ભાઈ રાયધન તેડવાં ગયો. જ્યાં વાડીએ બોલાવી તેની ઉપર હુમલો કરાયો હતો. જસદણ પોલીસના પીએસઆઈ સોલંકી સહિતનાએ વધુ તપાસ હાથ ધરી હતી.