જસદણના રાણીંગપર ગામે ઘોડા કુદાવવાની બાબતે થયેલ માથાકૂટના કેસમાં સાચી હકીકતોને ધ્યાને લઈ રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાણીંગપર ગામે ઉતરાયણના દિવસે ગામમાં આવેલ દાડમાં દાદાના મંદિરે બે ઘોડીઓ અને એક વછેરીને લઈ દર્શનાર્થે આવેલ અને ત્યાં ઘોડા કૂદાવવાની બાબતે બોલાચાલી થયેલ અને ત્યારબાદ વાડી ઉપર માથાકૂટ થયેલ તે અનુસંધાને ફરિયાદી વિપુલભાઈ જે. મકવાણા દ્વારા ભાડલા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૧૦૯,૧૧૭(૨),૧૧૮(૧),૧૧૫(૨),૧૮૯(૨),૧૮૯(૪),૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩),૩૫૧(૩),૩૫૨,૬૧ તથા ગુજરાત પોલીસ એક્ટ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ.
આમ ફરિયાદ નોંધાતા જ ભાડલા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી તેમજ પોલીસ કર્મચારીશ્રીઓ દ્વારા ઝડપથી તજવીજ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરેલ ભાડલા પોલીસે જસદણની નામદાર મહેરબાન પ્રિ.સિ.સિ. & એડી.ચીફ જયુડીશ્યલ
કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરેલ. આમ બચાવ પક્ષના જસદણ શહેરના વકીલશ્રી પ્રકાશ પ્રજાપતી દ્વારા રિમાન્ડ અર્થે ધારધાર દલીલો કરેલ અને નામદાર કોર્ટ દ્વારા એક જ દિવસના રિમાન્ડ આપેલ અને બીજા દિવસે રિમાન્ડ પુરા થતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને ગોંડલ સબજેલ હવાલે કરેલ આમ બચાવ પક્ષના વકીલ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જસદણ શહેરના નોટરી - ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તહોમતદાર જગદીશભાઈ વિક્રમભાઈ રોજાસરાની જામીન અરજી રાજકોટની ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ આમ જામીન અરજી અનુસંધાને નામદાર કોર્ટમાં પોલીસ અધિકારીશ્રી દ્વારા સોગંદનામુ તેમજ વિવિધ સાધનીક કાગળો રજૂ કરેલ તેમજ સરકારી વકીલ સાહેબશ્રી દ્વારા ફરિયાદીની ફરિયાદને તેમજ સાધનિક કાગળોને ધ્યાને લઇને જામીન રદ થવા જોઈએ તે બાબતે ધારદાર દલીલો કરેલ આમ તહોમતદાર જગદીશભાઈ વિક્રમભાઈ રોજાસરાના બચાવ પક્ષના નોટરી - એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ બનાવ બાબતની સાચી હકીકત ધ્યાને મુકેલ તેમજ આ કામના તહોમતદાર ઘટના સમયે ક્યાં હતા અને તેનો શું રોલ છે તે જણાવેલ અને આ સાથે વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ અને વિસ્તૃત ધારદાર દલીલો કરેલ અને નામદાર કોર્ટે દ્વારા તમામ પક્ષોની હકીકતો અને રેકોર્ડ તેમજ સાધનિક કાગળો અને વિવિધ જજમેન્ટોને ધ્યાને લઇ રાજકોટની નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તહોમતદાર જગદીશભાઈ વિક્રમભાઈ રોજાસરાના જામીન મંજુર કરેલ
આમ આ કેસના તહોમતદાર જગદીશભાઈ વિક્રમભાઈ રોજાસરાના બચાવ પક્ષના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ શહેરના નોટરી - ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી તેમજ એસોસીયેટ ટીમના એડવોકેટશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, દીપકભાઈ રવિયા, વિશાલભાઈ રોજાસરા, મોહમ્મદ હનીફ કટારીયા રોકાયેલા હતા