error: This Content is protected !!

આજથી નવલી નવરાત્રીનો મંગલમય પ્રારંભ જસદણ વિછીયા શહેર અને ગામડાઑમાં શેરી ચોકથી માંડી મેદાનોમાં પ્રાચીન રાસ-ગરબાની ધૂમ મચાવશે

માતાજીના મંદિરોમાં ઘટ સ્થાપન અનુષ્ઠાન, ઘરો-ઘર પણ ગરબાનું સ્થાપન કરી શક્તિની ઉપાસના કરાશે ભક્તિ શક્તિ નૃત્ય અને સંસ્કૃતિના પવિત્ર પર્વનો પ્રારંભ

 

જસદણ વિંછીયા શહેર પંથકમાં સમન્વયરૂપ નોરતાનો આજૅ રવિવારથી પ્રારંભથ આ નવ દિવસો દરમિયાન માં જગદંબાની આરાધના, પૂજા-અર્ચના કરાય છે. નવ દિવસો દરમિયાન માના નવ સ્વરૂપ માનવ જીવનમાં નવી ઉર્જા, ધૈર્ય અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં શહેરો, ગામોમાં સાંજ પડતા જ ચોક, શેરી, મેદાનોમાં રાસ-ગરબાની ગુંજ ઉઠશે. ગરબીઓમાં નાની બાળાઓ ગરબે ઘુમશે તો અર્વાચીન આયોજનોમાં યુવાધન દાંડીયારાસના તાલે ઝુમશે માઈ મંદિરોમાં ઘટ સ્થાપન કરાશે. ઘરો-ઘર ગરબાનું સ્થાપન થશે. માઈભક્તો દ્વારા ઉપાસ, અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરાશે.

જસદણ વિછીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આસપાસના સ્થળોએ નવરાત્રિ મહોત્સવનું આર્યોજન કરાયું છે. શહેરી વિસ્તારમાં પ્રાચીન

ગરબીઓમાં પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જ્યારે શહેરની ભાગોળે અટૅક સ્થળે અર્વાચીન રાસોત્સવ પણ યોજાય છે અનેક પ્રાચીન ગરબીઓ દાયકાઓ જૂની પરંપરા અને આગવા રાસ માટે જાણીતા છે

શહેરના આટકોટ રોડ વિંછીયા રોડ ખાનપર રોડ ચિતલીયા રોડ મેઇન બજાર વાજસુરપરા લાતી પ્લોટ સિંડીનો ચોક સહિતના વિસ્તારોમાં આદ્યશક્તિ જગદંબા સ્વરૂપ જગતજનની ધાર્મિક સ્થાપના કરી હતી નાની બાળાઓ છેલ્લા એક મહિનાથી વિવિધ રાસ-ગરબાની તાલીમ લઈ રહી છે. બાળાઓમાં પણ નવરાત્રિ દરમિયાન ગરબે રમવાનો અને માતાજીની આરાધના કરવાનો ભારે

ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબીમા માતાજીના પ્રાચીન તેમજ અર્વાચીન રાસ, રાધા-કૃષ્ણ રાસ, ઢોલ રાસ, અભિનય રાસ સહિતના વિવિધ રાસ-ગરબા જોવા લોકો ઉમટશે આ પ્રાચીન ગરબીમાં માંના ગરબા ગાઈ, ઢોલ નગારા સાથે માંની સ્તુતિ કરીને ગરબા ગવડાવવામાં આવે છે માતાજીનો હવન સ્તુતિ ગુણગાન ગાવામાં આવશે.