જસદણની સોલિટેર સોસાયટીમાં માં 35 બાળાઑએ સાક્ષાત દેવી જગદંબા સ્વરૂપ ધરી ગરબા લીધા દાતાઓ દ્વારા રોજ નાસ્તો તથા લાહણી અપાય છે
જસદણના આટકોટ રોડ પર આવેલી સોલીટેર સોસાયટીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. સોસાયટીના પ્રમુખ દીપકભાઈ રવીયા ના માર્ગદર્શન હેઠળ રામેશ્વર મહાદેવ યુવક મંડળ તેમજ રામેશ્વર મહાદેવ મહિલા મંડળ દ્વારા આ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રાચીન ગરબીની પરંપરા અકબંધ જાળવી રાખવામાં આવી છે. જેમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતી 35 જેટલી નાની બાળાઓ સાક્ષાત જગદંબા માતાજીના દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ગરબે ઘૂમે છે. ગરબીમાં ભાગ લેતી તમામ બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી રોજેરોજ વિશેષ લ્હાણી તેમજ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. માતાજીના સ્વરૂપે ગરબે રમતી દીકરીઓના દર્શન કરવા અને માતાજીની આરાધના કરવા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડી રહ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું છે.