આટકોટમાં પંથકમાં અઠવાડીયા પૂર્વે સગીરાના આપઘાત પ્રકરણમાં નવો વળાંક પરપ્રાંતીય સગીરા પર સગીર પ્રેમીએ દુષ્કર્મ આચર્યું, બાળકીને જન્મ આપ્યો 'તો
સગીરા તેના સગીર પ્રેમી સાથે ભાગીને મધ્યપ્રદેશથી ભાગી આવી બંને સાથે રહેતા હતાં પ્રેમીએ શરીર સંબંધ બાંધતા બાળકીને જન્મ આપ્યો વતનમાં માતાની અંતિમવિધિમાં પિતાએ આવવાની ના કહેતા ફાંસો ખાધો તો ગુનો નોંધાયો
આટકોટ પંથકના એક ગામમાં રહેતી મૂળ એમપીની વતની સગીરાએ અઠવાડિયા પૂર્વે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સગીરાને એક માસની બાળકી હોય પોલીસને શંકા જતા આ બાબતે તપાસ કરતા દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. સગીરાને એમપીમાં જ રહેતા શખસ સાથે પ્રેમ સંબંધ થયા બાદ બંને ભાગીને અહીં આવ્યા હતા અને અહીં સાથે રહેતા હતા.
સગીરાની માતાનું મૃત્યુ થતાં તેણી ઘરે જવા માંગતી હોય પરંતુ પિતાએ સ્પષ્ટ ઇન્કાર કરી દેતા લાગી આવતા તેણે ફાંસો ખાધો હતો. સગીરાનુ બાળક તેના સગીર પ્રેમી થકી હોવાનું
માલુમ પડયું હતું. જેથી આ મામલે સગીરાના પિતાની ફરિયાદ પરથી આટકોટ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આટકોટ પંથકમાં રહેતી મૂળ એમપીની વતની સગીરાએ ગઈ તા.૫/૨ ના ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ નૅ લઇ આટકોટ પોલીસે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સગીરાને એક માસની બાળકી હોય જેથી આ બાબતે પોલીસને શંકા જતા તેમણે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી હતી.
પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, ૧૭ વર્ષની આ સગીરાને મધ્યપ્રદેશમાં તેના વતનમાં જ રહેતા સગીર સાથે પ્રેમ સંબંધ થયા બાદ બંને વતનથી ભાગી એપ્રિલ ૨૦૨૫ માં અહીં આટકોટ પાસેના એક ગામે આવ્યા હતા અને અહીં સાથે રહી ખેતીકામ કરી ગુજરાત ચલાવતા હતા.
આ દરમિયાન સગીર પ્રેમીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય જેના થકી તેણે બાળકીને જન્મ આપ્યો હતો.
દરમિયાન થોડા સમય પૂર્વે વતનમાં સગીરાની માતાનું અવસાન થતાં તે અંગેની જાણ સગીરાને થયા બાદ તે માતાની
અંતિમવિધિમાં જવાં માંગતી હોય જેથી આ બાબતે તેણે પિતાને ફોન કરતા પિતાએ હવે -અમારે તારી સાથે કોઈ વ્યવહાર નથી તેમ કહી આવવાની સ્પષ્ટ ના કહી દેતા લાગી આવતા તેણે ગળાફાંસો ખાય આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર હકીકતો સામે આવ્યા બાદ પોલીસે સગીરાના પિતાને આ બાબત અંગે જાણ કરી હતી. જેથી તેમણે અહીં આવી ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી તેના પ્રેમી એવા સગીરવયના આરોપી સામે દુષ્કર્મ, પોકસો એકટુની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.