error: This Content is protected !!

જસદણના રામેશ્વર મંદિર ખાતે અનોખી ગરબી ખેત મજુર પરિવાર ની 100 જેટલી શ્રમિક બાળાઑનૅ ગરબે રમાડે છે રોજ લહાણી અને અલગ અલગ નાસ્તો કરાવાય છે

મધ્યપ્રદેશ દાહોદ ગોધરાના વાડી ખેતરમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારોની બાળાઓની ગરબીનું ચાર વર્ષથી આયોજન થાયછૅ આયૉજક ભરતભાઈ છાયાણી

 

જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ચાર વર્ષથી મંદિરના સેવક ભરતભાઈ છાયાણી દ્વારા એક અનોખી ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં મધ્યપ્રદેશ દાહોદ ગોધરા ના ખેત મજૂર શ્રમિક પરિવારોની ૧૦૦ જેટલી બાળાઓ ગરબે રમે છે જગતજનની અંબાજીમાંના પ્રાચીન ગરબા રાસ અને માઈ ભક્તિથી એક અલગ જ વાતાવરણ ઊભું થાય છે ઉપરોક્ત શ્રમિક બાળાઓને રોજે રોજ લાહણી વિતરણ કરવામાં આવે છે દાતાઓના સહયોગથી રોજે રોજ અલગ અલગ પ્રકારનો નાસ્તો પણ કરાવવામાં આવે છે અહીં કોઈપણ સમાજ કોઈપણ વર્ગની બાળાઓ આ ગરબીમાં ભાગ લઈ શકે છે કોઈને પણ મનાઈ નથી ત્યારે આ અનોખી ગરબીની લોકોમાં સરાહના થઈ રહી છે જગતજનની અંબાજી માના પાવન પર્વની એક અનોખી ઉજવણીથી ખૅત મજૂર પરિવારોમાં અલગ પ્રકારનો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છૅ આ અંગે ગરબી મંડળના સેવક ભરતભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે આજુબાજુના વાડી ખેતરોમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારો અહીં પધારી અને માતાના ગુણગાન ગાય છે જેનો અમને પણ ખૂબ જ આનંદ થાય છે