આટકોટ નજીકના મોટા દડવા ગામની અવધ જીનિંગ મિલમાં કપાસની ગાંસડીઓ માથે પડતા રાજકોટના યુવકનું મોત
રાજનગરમાં રહેતો ૨૩ વર્ષીય રાજ ઢોલએ રાજકોટ સારવારમાં દમ તોડતા પરીજનોમાં આક્રંદ અન્ય લોકોને નવી જિંદગી મળે એ માટે અંગદાન કરાયું
આટકોટ નજીકના મોટા દડવા ગામે આવેલી અવધ એગ્રો ઍસ્કપોર્ટ કંપનીમાં કામ કરતા અને રાજકોટમાં રહેતા યુવક ઉપર કંપનીમાં કામ કાજ દરમિયાન કપાસની ગાંસડીઓ માથે પડતા માથામાં હેમરેજ જેવી ઈજાઓ થવાથી સારવાર માટે રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું આઠ દિવસની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. યુવકના મૃત્યુ બાદ અન્ય તેમના અંગૉથી અનય લોકોને નવી જિંદગી મળેએ માટે
પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. સિનર્જી હોસ્પિટલ ખાતે યુવકના જુદા જુદા છ જેટલા અંગોનું દાન કરી પુત્રને સ્મૃતિને જીવંત રાખી હતી.
બનાવ અંગે મળતી વિગત મુજબ રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર રાજનગરમાં રહેતા રાજ મહેશભાઈ ઢોલ (ઉ.વ.૨૩) ગત તા. ૯ ના રોજ ગોંડલના મોટા દડવા નજીક આવેલી અવધ એગ્રો એક્સપોર્ટ નામની કંપનીમાં કામ કરતો હતો
ત્યારે કપાસની ગાંસડીનો થપ્પો કરવામાં આવ્યો હોય તે યુવક ની માથે પડતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં તુરંત જ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ગઈકાલે મોત નિપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ દ્વારા આટકોટ પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક યુવક બે ભાઈમાં નાનો અને અપરણિત હતો. પુત્રનું બ્રેઈન ડેડ થતા તેમના હ્રદય, ફેફસાં, લિવર અને બન્ને આંખો
જરૂરિયાતમંદ લોકોને ડોનેટ કરવા માટેની પ્રેરક પહેલ કરી હતી જેને લઈને હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. યુવાન પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડયું હતું.