રાજકોટ રેન્જ આઈ જી નિર્લિપ્ત રોય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનૅ તેરા તુજકો અર્પણ અંતર્ગત આજે ખેડૂતોના આશિષ મળ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
રાજકોટ જિલ્લા પોલીસની કાબીલૅદાદ કામગીરીની ભરપૂર સરાહના જસદણના બાંભણીયા એ પણ પોલીસની કામગીરીને બીરદવી
સો કરોડથી પણ વધુની કિંમતની આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીન પાસી અપાવવાનો દેશમાં સૌપ્રથમ કિસ્સો જિલ્લા પોલીસને પ્રમાણપત્રો એનાયત
રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે 'આરપારની લડાઈ' લડવાનો ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજકોટ પોલીસે ૩૫ ખેડૂતોની અંદાજે ૧૦૦ કરોડથી વધુ રકમની જમીન પરત અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે.આ અવસરે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના સહયોગથી ભૂમાફિયાઓ તેમજ વ્યાજખોરો સામે ચલાવાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે, દગાબાજી અને છેતરપિંડીથી પડાવી લેવાયેલી ૩૫ જેટલા ખેડૂતોની અંદાજે રૂ.૧૦૦ કરોડની ૫૦૦થી વધુ વિઘા જમીનના ૫૫ દસ્તાવેજો મૂળ માલિક ખેડૂતોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ તંત્રને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ સ્ટેશનો અને શાખાઓ માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવનારો રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે. આ ઉપરાંત, લોકોમાં આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો દૂર કરી ૭૦૦થી વધુ લોકોને કાઉન્સેલિંગ દ્વારા નવું જીવન પૂરું પાડનારી રાજકોટ ગ્રામ્ય પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા- નવા જીવનની’ અહેવાલનું પણ આ તકે નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી હતી તેમજ આભારવિધિ મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી ડિવિઝન સીમરન ભારદ્વાજે કરી હતી. આ તકે જમીન પરત પ્રાપ્ત કરનારા ખેડૂતોએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો વિશેષ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં જસદણના બાંભણીયાએ રાજકોટ જિલ્લા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વે ભાનુબેન બાબરીયા રમેશભાઈ ટીલાળા ગીતાબા જાડેજા જયેશભાઈ રાદડીયા ઉદયભાઈ કાનગડ ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા દુર્લભજીભાઈ દેથરીયા સહિતના પદાધિકારીશ્રીઓ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લપ્ત રાય, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો સહભાગી થયા હતા.