error: This Content is protected !!

કૅબીનૅટમંત્રી કુંવરજીભાઈ ના પ્રયાસોથી અંબાજી મંદિર પાસેની નદી પર રૂપિયા 7.5 કરોડના ખર્ચે પુલ બનશે સરકારના નિર્ણયથી આટકોટ પાંચવડા સાણથલી પંથકની ટ્રાફિક સમસ્યા દૂર થશે આવન જાવન સરળ બનશે

આટકોટ પાસે આવેલા ઐતિહાસિક અંબાજી મંદિર પાસે પુલ બનાવવાની લાંબા સમયથી માંગણી સંતોષાતા જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા પર અભિનંદન વર્ષા સાથે પંથકમાં ખુશી છવાઈ ગઈ છે.

 

જસદણના આટકોટ-પાંચવડા રોડથી અંબાજી મંદિર રોડ જવા માટે હાલ બેઠો પુલ કોઝવે આવેલ છે, આટકોટ એ સ્ટેટ હાઈવે પરનું ગામ છે. આટકોટ ખાતે આવેલ ઐતિહાસિક અંબાજીમાંના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિર એક પ્રવાસન સ્થળ તરીકે _ વિકાસ પામેલ છે જેથી ઓ કોઝવે પર - બ્રીજ બનાવવા લાંબો સમયથી અંબાજી મંડળના મનસુખભાઈ - હિરપરા, ગ્રામજનો અને અંબાજી મંડળની માંગણી હતી.

આ માંગણીને ધ્યાને લઈ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુખ્યમંત્રીના બ્રીજની રજુઆત કરતા મુખ્યમંત્રીએ તેઓએ આ કોઝવેની જગ્યાએ નવો બ્રીજ બનાવવા રૂ.૭૫૦ લાખ મંજૂર કરી દેતા પંથકમા હર્ષની લાગણી છવાઈ ગઈ છે આ બ્રીજ બનતા સાણથલી, પાંચવડા વિસ્તારના લોકોને અંબાજી મંદિરે આવવાની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ આટકોટ નેશનલ હાઈવેથી ગામમાંથી પસાર થવાના રસ્તાનો ટ્રાફીક પણ ઘટી જશે.

આ બ્રીજ બનશે પછી આ વિસ્તારના 24 જેટલા ગામોને તેનો સીધો લાભ મળશે અને સમય અને ખર્ચનો પણ બચાવ થશે તેમજ આટકોટના નવા વિકસીત વિસ્તારનો વિકાસ થશે, બાયપાસ રસ્તો મળશે, હોસ્પિટલ જવા, રાજકોટ જવાનો રસ્તો સીધો અને સરળ બનશે.

આ બ્રીજ મંજૂર થતાં આટકોટના ગ્રામજનો,માં અંબાજીના ભકતજનો, શ્રધ્ધાળ અને અંબાજી મંડળ સહિતનાઓએ આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનેલ છે.