જસદણમાં ખારીના ખેડૂતોએ ભૂંદણાના ત્રાસ અંગેની ફરિયાદ કરતા ભૂંડ પકડ પાર્ટી સાથે ટીમ ખારીમાં પહોંચી પરંતુ ભૂંડ ક્યાંય જોવા જ ન મળ્યા
પાલિકા પ્રમુખ સદસ્યો અને પાલિકાના કર્મચારીઓ વાહનો સાથે કલાકો સુધી ખારીની સીમમાં તપાસ કરી પરંતુ ડુક્કર જોવા ન મળતા અંતૅ ટીમ વિલા મૉઢૅ પાછી ફરી
જસદણ ચિતલીયા રોડ આટકોટ રોડ કોઠી રોડ વિસ્તારમાં ડુક્કર ભૂંડનો ત્રાસ હોવાની રજૂઆત ખેડૂતોએ કરી હતી આ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી ની આગેવાનીમાં પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી આ અંગે પાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પાલિકાના અધિકારી પ્રતાપભાઈ સોલંકીનૅ રજૂઆત કરતા તુરંત જ ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્યાંય ડુક્ટર ભૂંડ જોવા ન મળતા આખરે ભૂંડ પકડ પાર્ટી તથા પાલિકાના રાવલભાઈ સહિતના કર્મચારીઓ તેમજ પાલિકાના સદસ્યો પ્રમુખ સહિત પાછા ફર્યા હતા આ અંગે ખેડૂતોને પણ સાથે રાખ્યા હતા. આ રજૂઆત સમયે પાલિકાના સદસ્ય ગભરૂભાઈ ધાધલ નીતિનભાઈ ચોહલીયા જીવનભાઈ ઢોલરીયા બીજલભાઇ ભેંસજાળીયા પણ હાજર રહ્યા હતા અને ખારી વિસ્તારમાં સતત છ કલાક સુધી ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્યાંય ભૂંડણા જોવા મળ્યા ન હતા