error: This Content is protected !!

આટકોટના અપરણીત 26 વર્ષીય સાગરભાઇ શૅલીયાનૉ ફાંસો ખાઈ આપઘાત પરિવારમાં અરેરાટી યુવાન ટ્રેક્ટર ચલાવી ગુજરાન ચલાવતા હતા

5પોલીસે બનાવ સ્થળે પહોંચી બનાવ અંગેની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા આટકૉટ પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે  

 

 આટકોટમાં યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હોવાનું બનાવ સામે આવ્યો છે

પ્રાપ્ત વિગતો મુજબ, આટકોટ ગામે રહેતા સાગર ભરતભાઈ શેલીયા નામના 26 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક સાગરભાઈ અપરણિત હતા અને ટ્રેક્ટર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવાન પુત્રના આ આકસ્મિક પગલાથી પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બનાવ અંગે આટકોટ પોલીસે ગુનો નોંધી, યુવાને કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી હતી.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો. આટકોટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી પરિવારજનોના નિવેદનો સહિતની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પ્રયાસોકર્યા હતા.